Western Times News

Gujarati News

બિહારમાં વીજળી પડતાં 25 લોકોનાં મોત

પટના, બિહારમાં ફરીથી એકવાર વજ્રપાતની ઘટના બની હતી. ગુરૂવારે ફરીથી વીજળી પડવાથી અલગ અલગ જિલ્લામાં અંદાજે ૨૫ લોકોના મોત નિપજ્યા છે. તેમાં પટનામાં ૯ , સમસ્તીપુરમાં ૮, પૂર્વ ચંપારણમાં ૪, શિવહર અને કટિહારમાં ૨-૨ લોકોના મોત નિપજ્યા છે. સત્તાવાર રીતે હજુ ૧૪ લોકોના મોતની પુષ્ટી કરવામાં આવી છે. ડીઝાસ્ટર મેનેજમેન્ટ ડીપાર્ટમેન્ટના જણાવ્યા અનુસાર, પટના જિલ્લામાં ૫ જયારે મોતીહારીમાં ૪, શિવહરમાં ૨ અને સમસ્તીપુરમાં ૨ લોકોના મોત નિપજ્યા છે.

પટનાના દુલ્હન બજારમાં ૫ લોકો પર વીજળી પડવાથી મોત નિપજ્યું હતું. કહેવામાં આવી રહ્યું છે કે, આ ઘટના સરકુના, સોરામપુર અને જીઆઈડી ગામમાં ઘટી છે. તો બડકી ખાંખા અને સોરામપૂરમાં બે લોકો ઘાયલ થઇ ગયા છે, તેમને સારવાર માટે હાલ રેફરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે, તો બિહટામાં ત્રણ વ્યક્તિના મોત નિપજ્યા છે. દાનાપુરમાં એક બાળકનું પણ મોત વીજળી પડવાથી નીપજ્યું છે.

સમસ્તીપુરમાં આઠ લોકોના મોત નિપજ્યા છે.  અહીં સેસરાના બટહામાં ત્રણ, પૂસાના મોરસંડમાં એક, સમસ્તીપુરના રાજ્ખંડમાં એક, મુસરીધરારીના લાટબેસપુરામાં એક, વિભૂતિપુરના ખાસભટકા વોર્ડમાં બે લોકોના મોત નિપજ્યા છે. જયારે દલસિંહરાયમાં એક વ્યક્તિ ઘાયલ થઇ ગયો છે.

પૂર્વ ચંપારણમાં વીજળી પડવાથી ચાર લોકોના મોત નિપજ્યા છે.બંજરિયાના અજગરવા અને આદાપુરના કટગેનવામાં અલગ અલગ જગ્યાએ બે લોકોના મોત નિપજ્યા હતા. પતાહીના કપૂરમાં એક મહિલાનું મોત નિપજ્યું છે જયારે બનકટવાના કોદરકટમાં એક મોત નિપજ્યું હતું. શિવહરમાં બે લોકોના મોત નિપજ્યા હતા. તરીયાનીના છાપરા અને માધવપુર છાંતા ગામમાં પણ વીજળી પડવાની ઘટના બની હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.