બિહારમાં હાર તો નીતીશ બાબુની થઇ છે: શિવસેના
મુંબઇ, ટી ટવેન્ટી ક્રિકેટની જેમ આવેલ બિહાર વિધાનસભા ચુંટણીના પરિણામ અને સત્તારૂઢ એનડીએની જીતને લઇ શિવસેનાએ ટીપ્પણી કરી છે પાર્ટીએ મુખપત્ર સામનામાં લખ્યું ચુંટણીમાં કોઇની હાર થઇ છે તો તે બિહાર સરકાર એટલે કે નીતીસ બાબુની કારણ કે ભાજપે જદયુના અધ્યક્ષ અને બિહારના મુખ્યમંત્રી નીતીશકુમારના નેતૃત્વમાં પણ સરકાર ચાલી હતી અને ચુંટણી પણ લડી હતી.
શિવસેનાએ સામનામાં લખ્યું છે વર્ષ ૨૦૧૫ની ચુંટણીમાં રાજદ નેતૃત્વવાળા મહાગઠબંધનનો હિસ્સો રહેલ નીતીશકુમાર મુખ્યમંત્રી બન્યા હતાં તે સમયે પણ તેમને ગુમાન હતું કે તે જ બિહાર સરકાર છે તેમના વિના કોઇ બિહારમાં સરકાર ચલાવી શકે નહીં આ ગુમાનમાં તે પલ્ટો કરી ભાજપની સાથે ગયા અને બિહારના મુખ્યમંત્રી બન્યા રહ્યાં.
પરંતુ તેમનુ આ ગુમાન આ ચુંટણીમાં ટકી શકયુ નહીં ગત ચુંટણીની સરખામણીમાં આ વખતે તેઓ નીચે ઉતરી આવ્યા અને ત્રીજા નંબરે પહોંચી ગયા શિવસેન ાએ ભાજપ પર જદયુનું કદ ઓછી કરવાનો આરોપ લગાવ્યો ચુંટણી પહેલા જ લાગી રહ્યું હતું કે નીતીશનું કદ ઓછું કરવા જ ભાજપે અસલમાં ગેમ પ્લાન કર્યો હતો ભાજપે ભલે જ જદયુના નેતૃત્વમાં ૨૦૦૫માં જ સરકાર બનાવતી રહી હોય પરંતુ આ વખતે નીતીશનું કદ નાનુ કરી તે પોતાના દીર્ધકાલીન ઇરાદામાં જીતી ગઇ છે પોતાની આ ઇચ્છાપૂર્તિ માટે તેણે ચિરાગનું દીવો સળગાવ્યો હતો જે સળગતો નીતીશથી રહ્યો અને રોશની ભાજપને આપતો રહ્યો.HS