બિહારમાં ૧પ લાખની લાંચ નહીં આપનાર કોન્ટ્રાકટરને જીવતો સળગાવી દેવાયો
બિહારના ચીફ એન્જિનિયર, પત્ની અને અન્ય સામે મૃતકના પરિવારની એફઆઈઆર
પટણા એજન્સી, બિહારમાં એક કાળજું કંપાવનારી ઘટના સામે આીવ છે. રાજયના ગોપાલગંજ જિલ્લામાં ૧પ લાખની લાંચ નહીં આપનાર એક કોન્ટ્રાકટરને જીવતો સળગાવી દઈ મારી નંખાયો છે. ગંભીર રીતે દાઝેલા કોન્ટ્રાકટરને ગોરખપુરની હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાતા પહેલા રસ્તામાં જ તેનું મોત થયું હતું.
આ ઘટના ગોપાલગંજના ગંડકકોલોની સ્થિત ચીફ એન્જિનિયરના ઘેર ઘટી હતી. મૃતક કોન્ટ્રાકટરનું નામ રમાશંકરસિંહ છે. કોન્ટ્રાકટર રમાશંકરસિંહના પુત્રએ એવો આક્ષેપ કર્યો છેકે, ઘર બનાવ્યા બાદ ચીફ એન્જિનિયર તરફથી રૂ.૧પ લાખની લાંચની માગણી કરાઈ હતી. ગંડકકોલોનીમાં ચીફ એન્જિનિયરના ઘરનું બાંધકામ કરાયું હતું અને આ ઘરના બાંધકામનો કોન્ટ્રાકટ રમાશંકરસિંહને મળ્યો હતો.
મૃતક રમાશંકરસિહના પુત્ર રાણાપ્રતાપસિંહના જણાવ્યાનુસાર ઘરનું બાંધકામ રૂ.૧.પર કરોડના ખર્ચે કરાવાયુ હતું અને સીમગ્ર બંગલાનું કામ પુરું થયા બાદ રૂ.૬૦ લાખનું પેમેન્ટ બાકી હતું આ રૂ.૬૦ લાખનુ ંપેમેન્ટ કરવા માટે ચીફ એન્જિનિયર મુરલીધરસિંહે રૂ.૧પ લાખની લાંચ માગી હતી અને તેથી ચીફ એન્જિનિયર કેટલાય મહિનાથી બાકી પેમેન્ટ કરતા ન હતા. આ પેમેન્ટ લેવા માટે રમાશંકરસિંહ ચીફ એન્જિનિયર મુરલીધરસિંહના નવા બંધાયેલા બંગલા પર ગયા હતા.
રામશંકરસિંહના પુત્રનો એવો આક્ષેપ છે કે જયારે તેના પિતા ચીફ એન્જિનિયરના ઘેર પેમેન્ટ લેવા ગયા ત્યારે ચોકીદારના રૂમમાં તેમના પિતાને જીવતા સળગાવી દેવાયા હતા. મૃતકના પરિવારજનોએ ચીફ એન્જિનિયર, તેમના પત્ની અને અન્ય લોકો પર હત્યાનો આરોપ મૂકી પોલીસમાં એફઆઈઆર દાખલ કરી છે. પોલીસ અધિક્ષકે આ ઘટનાની તપાસ માટે સ્પેશ્યલ ઈન્વેસ્ટીગેશન ટીમની રચના કરી છે.