બિહારમાં ૧લી જૂન સુધી લોકડાઉન વધારવામાં આવ્યુ

Files Photo
પટણા: બિહારમાં ફરીથી લોકડાઉનમાં વધારો કરવામાં આવ્યો છે. કટોકટી મેનેજમેન્ટ ગ્રુપની બેઠક હતી. આ પછી તેની ઘોષણા કરવામાં આવી હતી. મુખ્યપ્રધાન નીતીશ કુમારે ટ્વીટ કરીને લોકડાઉન વધારવાની જાહેરાત કરી હતી. રાજ્યમાં કોરોનાના કેસ ઓછા થઈ રહ્યા છે તે જાેતા આ ર્નિણય લેવામાં આવ્યો છે.
મુખ્યપ્રધાન નીતીશ કુમારે ટિ્વટ કરીને લખ્યું છે કે, કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખીને, ૫મે ૨૦૨૧થી ??ત્રણ અઠવાડિયા માટે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું હતું. આજે ફરીથી સહયોગી પ્રધાનો અને અધિકારીઓ સાથે પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી. લોકડાઉન પર સારી અસર પડી છે અને કોરોનાના સંક્રમણમાં ઘટાડો જાેવા મળી રહ્યો છે. તેથી ૨૫ મેથી એટલે કે ૧ જૂન, ૨૦૨૧ સુધી એક અઠવાડિયા માટે
બિહારમાં લોકડાઉન ચાલુ રાખવાનો ર્નિણય લેવામાં આવ્યો છે.
જાે કે, મુખ્યપ્રધાન નીતીશ કુમારે લોકડાઉન વધારવાના સંકેત આપી દીધા હતા. બિહારમાં કોરોના સંક્રમણના વધતા જતા કેસો પછી ૫મેથી લોકડાઉન શરૂ થયું હતું. પ્રથમ તબક્કામાં ૧૦ દિવસ માટે લોકડાઉન થયું હતું અને બીજી વખત લોકડાઉન ૨૫મે સુધી ૧૦ દિવસ માટે લંબાવાયું હતું.
રાજ્યમાં ૨૪ કલાકમાં ૪૦૦૨ કોરોના સંક્રમિત દર્દીઓની ઓળખ કરવામાં આવી છે. આ રીતે, રાજ્યમાં સક્રિય કોરોના દર્દીઓની સંખ્યા વધીને ૪૦,૬૯૧ થઈ ગઈ છે. તે જ સમયે, છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાથી ૧૦૭ દર્દીઓના મોત નીપજ્યાં, જ્યારે ૮૧૧૧ વ્યક્તિઓ સારવાર બાદ સ્વસ્થ થયા છે.