બિહારમાં ૧૦૪ પર જદયુ અને ૧૦૦ બેઠકો પર ભાજપ ચુંટણી લડશે
પટણા, બિહાર વિધાનસભા ચુંટણીને લઇ એનડીએમાં બેઠકોની ફાળવણીની ફોમ્ર્યુલા લગભગ નક્કી થઇ ગઇ છે.
સુત્રોના જણાવ્યા અનુસાર રાજયની કુલ ૨૪૩ વિધાનસભા બેઠકોમાંથી જદયુના ખાતામાં ૧૦૪ બેઠકો ગઇ છે જયારે ભાજપ ૧૦૦ બેઠકો પર ચુંટણી લડશે જયારે ચિરાગ પાસવાનની લોજપા ૨૦ બેઠકો પર પોતાના ઉમેદવાર ઉભા રાખશે.
જયારે તાજેતરમાં એનડીએની સાથે આવેલ જીતનરામ માંઝીની પાર્ટી હિન્દુસ્તાન અવામ મોરચો ચાર બેઠકો પર ચુંટણી લડશે
અત્યાર સુધી મહાગઠબંધનની સાથે રહેલ ભુપેન્દ્ર કુશવાહાની રાલોસપા પણ એનડીએમાં પાછી ફરી છે સુત્રો અનુસાર બેઠકોની ફાળવણીની આ ફોમ્ર્યુલા એનડીએમાં લગભગ નક્કી છે જાે કે તેમાં એક બે બેઠકોમાં ફેરબદલ થવાની સંભાવનાનો ઇન્કાર કરી શકાય નહીં.
બિહારમા વાલ્મિકી નગર લોકસભા બેઠક પર પેટાચુંટણી થનાર છે આવામાં અહીંથી રાલોસપા પ્રમુખ ઉપેન્દ્ર કુશવાહા ચુંટણી લડી શકે છે આ બેઠક જદયુ સાંસજ વૈદ્યનાથ પ્રસાદ મહતોના નિધનથી ખાલી પડી છે એ યાદ રહે કે રાલોસપા પહેલા પણ એનડીએનો હિસ્સો રહી હતી જે ૨૦૧૯ લોકસભભા ચુંટણી પહેલા મહાગઠબંધનની સાથે ચાલી ગઇ હતી.
નીતીશના એનડીએથી અલગ થયા બાદ રાલોસપા એનડીએનો હિસ્સો બની હતી આ વખતે રાલોસપાને એનડીએમાં લાવનાર નીતીશકુમાર છે ગત રાતે જ કુશવાહા અને નીતીશકુમારની એક મુલાકાત થઇ હતી જે ખુબ લાંહી ચાલી હતી ત્યારબાદ જ રાલોસપાના એનડીએમાં સામેલ થવાની વાત નક્કી થઇ.
બિહાર વિધાનસભા ચુંટણીને લઇ ભાજપના નેતાઓએ જણાવ્યું હતું કે લોજપાને એનડીએમાં બનાવી રાખવા માટે ભાજપ પોતાના કવોટામાંથી કેટલીક બેઠકો આપી છે
કૃષિ બિલના વિરોધમાં શિરોમણી અકાલી દળ શનિવારે જ એનડીએમાંથી અલગ થયું છે આવામાં ભાજપ ઇચ્છતી નથી કે તેનો કોઇ અન્ય સાથી એનડીએ છોડી જાય.HS