બિહારમાં ૧ માર્ચથી ધો.૧થી ધો.૫ સુધીની સ્કુલો ખુલશે
પટણા: બિહાર સરકારે સ્કુલ ખોલવાના સંબંધમાં મોટો નિર્ણય કર્યો છે હક્કીતમાં ૧ માર્ચથી પહેલા ધોરણથી લઇ પાંચમા ધોરણ સુધીના બાળકોની સ્કુલો ખોલવામાં આવશે સ્કુલ પ્રશાસને કોરોનાથી બચવા માટે જારી ગાઇડલાઇનનું પાલન કરવું પડશે.
મુખ્ય સચિવ દીપકકુમારે કહ્યું કે પહેલી કલાસથી લઇ પાંચ સુધી સ્કુલ ખોલવાની મંજુરી આપવામાં આવી છે જાે કે ફકત ૫૦ ટકા બાળકોને જ સ્કુલમાં આવવાની અનુમતિ હશે સરકારી સ્કુલોના બાળકોને બે બે માસ્ક ઉપલબ્ધ કરાવવામાં આવશે. શિક્ષા વિભાગના પ્રધાન સચિવ સંજયકુમારે કહ્યું કે સ્કુલ ખોલવાને લઇ તમામ જીલ્લામાં વિસ્તૃત ગાઇડલાઇન મોકલવામાં આવશે
એ યાદ રહે કે બિહારમાં સૌથી પહેલા ૪ જાન્યુઆરીએ ૯થી ૧૨ સુધીના બાળકો માટે સ્કુલો ખોલવામાં આવી હતી ત્યાબાદ છઠ્ઠાથી લઇ આઠમા ધોરણ સુધીના બાળકો માટે સ્કુલો આઠ ફેબ્રુઆરીથી ખુલી હતી હવે ૧ માર્ચથી પહેલાથી લઇ પાંચમાં ધોરણ સુધી ખોલવામાં આવશે