બિહારમાં ૬૫% અનામતનો નિર્ણય રદ
નીતિશ સરકારને હાઈકોર્ટનો ઝટકો
(એજન્સી)પટના, બિહારમાં અનામતનો વ્યાપ વધારવાના રાજ્ય સરકારના નિર્ણયને હાઈકોર્ટે રદ કર્યો છે. અનામતનો વ્યાપ ૫૦ ટકાથી વધીને ૬૫ ટકા કરવાના નિર્ણયને હાઈકોર્ટે રાજ્ય સરકારના નિર્ણયને રદ કર્યો છે.
પટના હાઈકોર્ટે ગુરુવારે અનામત મર્યાદા વધારવાના બિહાર સરકારના નિર્ણયને ફગાવી દીધો હતો. રાજ્ય સરકારે એસસી-એસટી, ઈબીસી અને અન્ય પછાત વર્ગોને શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી નોકરીઓમાં ૬૫ ટકા અનામત આપવાનો નિર્ણય લીધો હતો. જેને હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. અરજીઓની સુનાવણી પૂર્ણ કર્યા બાદ તેને રદ કરવામાં આવ્યો છે.
પટના હાઈકોર્ટમાં ગૌરવ કુમાર અને અન્ય દ્વારા કરવામાં આવેલી અરજીઓ પર સુનાવણી પૂર્ણ કર્યા બાદ નિર્ણય સુરક્ષિત રાખવામાં આવ્યો હતો. ૧૧ માર્ચ, ૨૦૨૪ના રોજ સુનાવણી પૂર્ણ થઈ હતી અને આજે તેનો ચુકાદો આપવામાં આવ્યો હતો. મુખ્ય ન્યાયાધીશ કે.વી.ચંદ્રનની ડિવિઝન બેંચે ગૌરવ કુમાર અને અન્ય અરજીઓ પર લાંબી સુનાવણી ચાલી હતી.
મુખ્યમંત્રી નીતિશ કુમારે ૭ નવેમ્બર ૨૦૨૩ના રોજ વિધાનસભામાં જાહેરાત કરી હતી કે સરકાર બિહારમાં અનામતનો વ્યાપ વધારશે. તેને ૫૦ ટકાથી ૬૫ કે તેથી આગળ વધારશે. સરકાર કુલ અનામત ૬૦ ટકાથી વધારીને ૭૫ ટકા કરશે. મુખ્યમંત્રીની જાહેરાત બાદ તરત જ કેબિનેટની બેઠક બોલાવવામાં આવી હતી.
અઢી કલાકમાં કેબિનેટે આ પ્રસ્તાવને મંજૂરી આપી દીધી હતી. આ પછી, તેને શિયાળુ સત્રના ચોથા દિવસે ૯ નવેમ્બરે વિધાનસભાનાં બંને ગૃહો દ્વારા પસાર કરવામાં આવ્યું હતું. બિહારમાં ૧૫ ટકા અનામતનો વ્યાપ વધારવામાં આવ્યો. હવે નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં જીઝ્ર, જી્, ઈમ્ઝ્ર,ૅમ્ઝ્રને ૬૫ ટકા અનામતનો લાભ આપવાની જોગવાઈ કરવામાં આવી હતી.