બિહારમાં ૭૮ બેઠક પર ૫૪ ટકા મતદાન: ૧૧ મંત્રીનાં ભાવિ સીલ
આજના મતદાન બાદ ૧૦મી નવેમ્બરે પરિણામ જાહેર કરાશે: બિહારની ૭૮ સીટ માટે ૧૨૦૭ ઉમેદવાર મેદાનમાંઃબધાના ભાવિ ઇવીએમમાં સીલ
પટના, બિહાર વિધાનસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે આજે મતદાન ચાલી રહયું છે.અંતિમ અને ત્રીજા તબક્કા માટે બિહારની ૭૮ વિધાનસભા બેઠક પર મતદાન પૂર્ણ થઇ ગયું હતું. ૭૮ બેઠકો માટે લગભગ ૫૪ ટકા જેટલું મતદાન નોંધાયું છે. આ માટે બિહારમાં ૩૩,૭૮૨ મતદાન કેન્દ્ર બનાવવામાં આવ્યા છે. અહીં ઈવીએમ અને વીવીપેટ મારફતે મતદાન ચાલી રહ્યું છે.
બિહાર અંતિમ તબક્કાના મતદાન સાથે એકમાત્ર વાલ્મીકિ નગર લોકસભા બેઠક પર પેટાચૂંટણી માટે મતદાન યોજાયું હતું. અંતિમ તબક્કાનું મતદાન બિહારમાં મિથિલા અની સીમાંચલ વિસ્તારોમાં પૂર્ણ થયું હતું. આથી અહી બ્રાહ્મણ અને મુસ્લિમ વોટર્સ નિર્ણાયક સાબિત થશે. બિહારના અંતિમ તબક્કાના મતદાનમાં વિધાનસભા અધ્યક્ષ ઉપરાંત ૧૧ મંત્રી પણ મેદાનમાં છે જેમના ભાવિનો ફેંસલો આજે ઈવીએમમાં સીલ થઈ જશે. આ તબક્કામાં વિધાનસભા અધ્યક્ષ વિજય કુમાર ચૌધરી ઉપરાંત સરકારના ૧૧ મંત્રી મેદાનમાં છે. જેમાં સુપૌલથી વિજેન્દ્ર પ્રસાદ યાદવ, મહેશ્વરી હજારી, વિનોદ નારાયણ ઝા, ખુર્શીદ અહમદ, પ્રમોદ કુમાર, લક્ષ્મેશ્વર રાય, બીમા ભારતી, કૃષ્ણ કુમાર ઋષિ, નરેન્દ્ર નારાયણ યાદવ, રમેશ ઋષિદેવ, સુરેશ શર્મા સામેલ છે. બિહારની ૭૮ બેઠક માટે આ વખતે ૧,૨૦૭ ઉમેદવાર મેદાનમાં છે.
બિહારમાં અંતિમ તબક્કાનું મતદાન જે જિલ્લામાં આજે યોજાયું છે તેમાં પશ્ચિમ ચંપારણ, પૂર્વ ચંપારણ, સીતામઢી, મધુબની, સુપૌલ, અરરિયા, કિશનગંજ, પૂર્ણિયા, કટિહાર, મધેપુરા, સહરસા, દરભંગા, મુઝફ્ફરપુર, વૈશાલી અને સમસ્તીપુર સામેલ છે. અંતિમ તબક્કાના મતદાનમાં મોટાભાગની બેઠક પૂર્વાંચલ અંતર્ગત આવે છે.
બિહારના મુખ્ય ચૂંટણી અધિકારી એચ.આર. શ્રીનિવાસના જણાવ્યા પ્રમાણે વાલ્મીકિ નગર, રામનગર, સિમરી, બક્તિયારપુર અને મહિષી એટલે કે કુલ ચાર નક્સીલ પ્રભાવિત વિસ્તારમાં મતદાન સાંજે ચાર વાગ્યા સુધી જ થશે. બિહારમાં અંતિમ તબક્કાના મતદાન બાદ મતગણતરી ૧૦મી નવેમ્બરના રોજ યોજાશે.નીતિશ કુમારે રાજનીતિમાંથી સંન્યાસની કરી જાહેરાત બિહારના મુખ્યમંત્રી અને જેડીયૂના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિશ કુમારે ધમદાહામાં અંતિમ તબક્કાના ચૂંટણી પ્રચાર દરમિયાન એક રેલીમાં રાજનીતિમાંથી સંન્યાસની જાહેરાત કરી દીધી હતી. તેમણે કહ્યુ કે, ૨૦૨૦ની ચૂંટણી તેમની અંતિમ ચૂંટણી હશે. ઉલ્લેખનીય છે કે બિહારમાં ત્રીજા તબક્કાના મતદાન માટે ચૂંટણી પ્રચારનો આજે અંતિમ દિવસ છે.
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ધમદાહા ખાતે જનતા રેલીનો સંબોધન કરતા કહ્યુ કે, “તમે જાણી લો કે આજે ત્રીજા તબક્કા માટે ચૂંટણી પ્રચારનો અંતિમ દિવસ છે. પરમદિવસે ચૂંટણી છે અને આ મારી અંતિમ ચૂંટણી છે.SSS