બિહારમાં 6 સપ્ટેમ્બર સુધી લોકડાઉન વધારાયુ
લખનૌ, બિહારમાં કોરોના દર્દીઓનો કુલ આંકડો એક લાખને પાર કરી ગયો છે. કોરોનાના વધતા કેસને જોતા લોકડાઉનની સમય મર્યાદા વધારી દેવાઈ છે. નીતિશ સરકાર તરફથી જારી આદેશ અનુસાર, હવે પ્રદેશમાં 6 સપ્ટેમ્બર સુધી લોકડાઉન લાગુ રહેશે. અગાઉ 16 ઓગસ્ટ સુધી લોકડાઉનની સમય મર્યાદા વધારી દેવાઈ હતી.
બિહારમાં કોરોનાના એક લાખથી વધારે કેસ સામે આવી ચૂક્યા છે. જેમાં 461 લોકોના મોત થઈ ચૂક્યા છે. અત્યાર સુધી 72 હજારથી વધારે કોરોના દર્દી સાજા થઈ ચૂક્યા છે જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 31 હજારથી વધારે છે. કોરોનાના વધતા કેસને જોતા પ્રદેશમાં લોકડાઉન લાગુ કરી દેવાયુ હતુ. જોકે, લોકડાઉનમાં અમુક છુટછાટ આપવામાં આવી છે.
નીતિશ સરકારે કોરોનાના કહેરને ધ્યાનમાં રાખતા કેટલાય પ્રકારના પ્રતિબંધ રાખવામાં આવ્યા છે. રાત 10 થી સવારે 5 વાગ્યા સુધીનો નાઈટ કર્ફ્યુ જારી રહેશે. દુકાનો અને બજારોના સમય અને બાકી નિયમોના હિસાબથી જરૂરી પ્રતિબંધના આધિન સંચાલિત કરવાની પરવાનગી આપવામાં આવશે. પ્રદેશમાં શૉપિંગ મોલ, ધર્મ સ્થળ હજુ ખુલશે નહીં.
રેસ્ટોરાને માત્ર હોમ ડિલીવરીની અનુમતિ મળશે. સરકારી-ખાનગી ઓફિસમાં માત્ર 50 ટકા કર્મચારીને આવવાની પરવાનગી હશે. ઈમરજન્સી સેવાઓ ખુલ્લી રહેશે. દુકાનોને વહીવટીતંત્ર તરફથી જારી રેસ્ટોરાના અનુસાર ખોલવાની પરવાનગી હશે. કંન્સ્ટ્રક્શન સાથે જોડાયેલી તમામ ગતિવિધિ ચાલુ રહેશે.