બિહારમાં NRC લાગૂ કરાશે નહીં
પટણા: નાગરિક સુધારા કાનૂન અને એનઆરસીની સામે દેશના અન્ય ભાગોમાં વિરોધ પ્રદર્શન જારી છે ત્યારે બિહારના મુખ્યમંત્રી નિતીશકુમારે આજે મોટુ નિવેદન કર્યું હતું. નિતીશકુમારે કહ્યું હતું કે, તેઓ પોતાના રાજ્યમાં એનઆરસીને લાગૂ કરશે નહીં. સંસદમાં નાગરિક સુધારા કાનૂનના સમર્થન કરનાર જેડીયુનું કહેવું છે કે, તેને આ કાનૂનને લઇને કોઇ તકલીફ નથી પરંતુ એનઆરસીને લઇને અનેક અડચણો રહેલી છે. દેશની સાથે સાથે બિહારમાં પણ નાગરિક સુધારા કાનૂન અને એનઆરસીને લઇને જારદાર વિરોધ પ્રદર્શન જારી છે.
રાજ્યમાં થઇ રહેલા વિરોધ પ્રદર્શન વચ્ચે મુખ્યમંત્રી નીતિશકુમારે આ મુજબની વાત કરી હતી કે, એનઆરસીને બિહારમાં લાગૂ કરવામાં આવશે નહીં. નાગરિકતા સંશોધન સુધારા બિલ સંસદમાં રજૂ કરવામાં આવ્યું ત્યારે જેડીયુના નિર્ણયના સંદર્ભમાં પાર્ટીના જ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રશાંત કિશોરે વિરોધ કર્યો હતો.
પટણામાં નીતિશકુમાર સાથે વાતચીત કર્યા બાદ પીકે દ્વારા કહેવામાં આવ્યું હતું કે, જેડીયુને નાગરિક સુધારા કાનૂનને લઇ કોઇ તકલીફ નથી પરંતુ એનઆરસીની સાથે ન થાય તે જરૂરી છે. એનઆરસીના પક્ષમાં અમે નથી. જા એનઆરસી રહેશે નહીં તો સીએબીને લઇને કોઇ તકલીફ નથી. અમિત શાહે કહ્યું છે કે, આ નાગરિકતા આપવાનું બિલ છે. નાગરિકતા લેવાનું બિલ નથી.
પ્રશાંત કિશોરે જેડીયુ દ્વારા નાગરિક સુધારા બિલને સંસદમાં સમર્થન કરવાને લઇને જારદાર રજૂઆત કરી હતી. પાર્ટીને ૨૦૧૫ વિધાનસભા ચૂંટણીની યાદ પણ અપાવી હતી. સીએબીનું સમર્થન કરતા જેડીયુના નેતૃત્વને એવા તમામના સંદર્ભમાં પણ વિચારણા કરવાની જરૂર છે જે લોકોને ૨૦૧૫માં આસ્થા અને વિશ્વાસને દોહરાવીને સાથ આપ્યો હતો.