બિહારમાં RLSPના ૩૦થી વધુ પદાધિકારી રાજદમાં સામેલ
પટણા: પૂર્વ કેન્ગ્રીય મંત્રી ઉપેન્દ્ર કુશવાહાની રાષ્ટ્રીય લોક સમતા પાર્ટીમાં ફુટ પડી ગઇ છે અને તેના ૩૦થી વધુ રાજય અને જીલ્લા સ્તરના પદાધિકારી રાજદમાં સામેલ થઇ ગયા છે.રાલોસપાના રાષ્ટ્રીય અને રાજય કારોબારીની બેઠકો શરૂ થવાની બરોબર પહેલા આ ઘટનાક્રમ જાેવા મળ્યો છે માનવામાં આવી રહ્યું છે કે આ બેઠકોના ખતમ થવાની સાથે કુશવાહા એનડીએમાં બીજીવાર સામેલ થવાની જાહેરાત રી શકે છે.
મુખ્યમંત્રી નીતીશકુમારની જનતા જળ યુની સાથે તેમની પાર્ટીના વિલયની પણ સંભાવના વ્યકત કરવામાં આવી રહી છે. રાજદના નેતા તેજસ્વી યાદવની હાજરીમાં તેની પાર્ટીમાં સામેલ થનારા રાલોસપાના નેતાઓમાં રાજયના કાર્યકારી અધ્યક્ષ વીરેન્દ્ર કુશવાહા રાજયના મહામંત્રી નિર્મલ કુશવાહા અને રાજયની મહિલા સેલના પ્રમુખ મધુ મંજરી મહેતા સામેલ છે. રાલોસપા છોડનારા ૩૫ સભ્યોમાંથી મોટાભાગના બિહાર અને પડોસી રાજય ઝારખંડના રાજય સ્તરના પદાધિકારી છે તેમાંથી મોટાભાગના પદાધિકારીઓ મુંગેર અને પટણા જીલ્લાથી છે.
રાલોસપાના પ્રભારે પ્રદેશ અધ્યક્ષ વીરેન્દ્ર કુશવાહાએ રાજદમાં વિલયી વાત કરતા કહ્યું કે અમે બધાએ ઉપેન્દ્ર કુશવાહાને પાર્ટીથી બરતરફ કરી દીધા છે અને રાલોસપાનું વિલય રાજમાં કરી રહ્યાં છીએ તેમણે કહ્યું કે આવનારા સમયમાં બાપુ સભાગારમાં મોટો કાર્યક્રમ થશે અને છુટા પડેલા સાથી પણ રાજદની સાથે આવી જશે
શિક્ષા જેવા મુદ્દા પર ગત કેટલાક વર્ષોમાં નીતીશકુમાર સરકારની વિરૂધ્ધ રાલોસપાના વિરોધને યાદ આપતા તેજસ્વી યાદવે કહ્યું કે કદાચ કુશવાહાનના વિચાર હવે અચાનક બદલાઇ ગયા છે યાદવે ટ્વીટ કરી કહ્યું રાલોસપાના સંસ્થાપકો મુખ્ય નેતાઓ અને પદાધિકારીઓએ રાલોસપાના રાષ્ટ્રીય અધ્યક્ષ ઉપેન્દ્ર કુશવાહાજીને બરતરફ કરી પારટીનું આજે રાજદમાં વિલય કરી દીધુ છે. પ્રદેશની રાજનીતિમાં આ એક મોટું પરિવર્તન છે કુશવાહાજી હવે એકલા રહી ગયા છે તેમની પાર્ટી હવે રાજદનું હિસ્સો બની ચુકી છે.