Western Times News

Gujarati News

બિહારે દુનિયાને લોકતંત્રનો પહેલો પાઠ ભણાવ્યો: વડાપ્રધાન

પટણા, બિહાર વિધાનસભા ચુંટણીના અંતિમ પરિણામો જાહેર થઇ ગયા છે.એનડીએને ૧૨૫ બેઠકો સાથે પૂર્ણ બહુમતિ મળી છે જયારે મહાગઠબંધનને ૧૧૦ બેઠકો મળી છે. મોડી રાતે ચુંટણીના પરિણામો જાહેર થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ બિહારની જનતા અને એનડીએના કાર્યકરોનો આભાર વ્યકતત્ કર્યો હતો.

વડાપ્રધાને ટ્‌વીટ કરીને કહ્યું કે બિહારે દુનિયાને લોકતંત્રનો પહેલો પાઠ ભણાવ્યો છે આજે બિહારે દુનિયાને ફરીથી જણાવ્યું કે લોકતંત્ર કેવી રીતે મજબુત કરાય છે રેકોર્ડ સંખ્યામાં બિહારમાં ગરીબ વંચિત અને મહિલાઓ પણ મત આપ્યો અને આજે વિકાસ માટે પોતાનો નિર્ણાયક નિર્ણય આપ્યો છે તેમણે કહ્યું કે બિહારના પ્રત્યેક મતદારે સ્પષ્ટ કરી દીધુ છે કે તેઓ આકાંક્ષી છે અને તેમની પ્રાથમિકતા ફકત અને ફફકત વિકાસ છે બિહારમાં ૧૫ વર્ષ બાદ પણ એનડીએના સુશાનને ફરીથી આશીર્વાદ મળવા એ દેખાડે છે કે બિહારના સપના શું છે અને બિહારની શું અપેક્ષાઓ છે.

મોદીએ ટ્‌વીટ કરીને એમ પણ કહ્યું કે બિહારના યુવા સાથીઓએ સ્પષ્ટ કરી દીધુ છે કે આ નવો દાયકો બિહારનો હશે અને આત્મનિર્ભર બિહાર તેનો રોડમેપ હશે બિહારના યુવાઓએ પોતાના સામર્થ્ય અને એનડીએના સંકલ્પ પર ભરોસો વ્યકત કર્યો છે આ યુવા ઉર્જાથી હવે એનડીએને પહેલાની અપેક્ષા કરતા પરિશ્રમ કરવાનો પ્રોત્સાહબન મળ્યુ છે.

બિહારની મહિલાઓને બિરદાવતા મોદીએ કહ્યું કે બિહારની બહેન દીકરીઓએ આ વખતે રેકોર્ડ બ્રેક મતદાન કરીને દેખાડી દીધુ કે આત્મનિર્ભર બિહારમાં તેમની ભૂમિકા મોટી છે અમને સંતોષ છેકે વીતેલા વર્ષોમાં બિહારની માતૃશક્તિને નવો આત્મવિશ્વાસ આપવાનો એનડીએને અવસર મળ્યો આ આત્મવિશ્વાસ બિહારને આગળ વધારવામાં અમને શક્તિ આપશે તેમણે કહ્યું કે બિહારના ગામ ગરીબ ખેડૂત શ્રમિક વેપારીઓ દુકાનદાર દરેક વર્ગે એનડીએના સૌનૌ સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસના મૂળ મંત્રી પર વિશ્વાસ વ્યકત કર્યો છે હું બિહારના દરેક નાગરિકને ફરીથી આશ્વસ્ત કરૂ છું કે દરેક વ્યક્તિ દરેક ક્ષેત્રમાં સંતુલિત વિકાસ માટે અમે પુરેપુરા સમર્પણથી સતત કામ કરતા રહીશું.

આ સાથે તેમણે બિહારના કાર્યકરોનો આભાર માન્યો હતો અને કહ્યું કે એનડીએના તમામકાર્યકરોએ જે સંકલ્પ સમર્પણભાવ સાથે કામ કર્યું તે અભિભૂત કરનારૂ છે હું કાર્યકરોને શુભેચ્છા પાઠવું છું અને બિહારની જનતા પ્રત્યે હ્‌દયથી આભાર પ્રગટ કરૂ છું.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.