બિહાર અને આસામના પૂર પીડિતોની મદદે આવ્યા અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી
બોલિવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા અને ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન વિરાટ કોહલી દેશના પોપ્યુલર કપલ પૈકીના એક છે. મુશ્કેલીના સમયમાં દેશના લોકોની મદદ કરવામાં અનુષ્કા શર્મા અને વિરાટ કોહલી ક્યારેય પાછી પાની નથી કરતાં. ફંડમાં દાન આપીને કોરોના સામે લડી રહેલા ભારતને વિરાટ-અનુષ્કાએ મદદ કરી હતી અને હવે આ સ્ટાર કપલે આસામ અને બિહારના પૂર પીડિતોની મદદ કરવાનો ર્નિણય કર્યો છે.
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ આજે પોતપોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર પોસ્ટ મૂકીને આ વિશે જાણકારી આપી છે. વિરાટ કોહલીએ શેર કરેલી પોસ્ટ મુજબ, આપણો દેશ હાલ કોરોના વાયરસ મહામારી સામે લડી રહ્યો છે ત્યારે આસામ અને બિહારના લોકો વિનાશક પૂરનો સામનો કરી રહ્યા છે. પૂરના કારણે ઘણાં લોકોએ જીવ ગુમાવ્યા અને રોજગાર છીનવાયો છે. અમે બિહાર અને આસામના લોકો માટે પ્રાર્થના કરી રહ્યા છીએ, આ સાથે જ મેં અને અનુષ્કાએ પૂર પીડિતો માટે કામ કરી રહેલી ત્રણ સંસ્થાઓને સપોર્ટ કરવાની શપથ લીધી છે. જાે તમે પણ મદદ કરવા માગતા હો તો આ ત્રણ સંસ્થાઓ થકી કરી શકો છો. અનુષ્કા અને વિરાટ.
મહત્વનું છે કે, વિનાશક પૂરના કારણે આસામ અને બિહારમાં પાયમાલી સર્જાઈ છે. ગ્લોબલ સ્ટાર પ્રિયંકા ચોપરા જાેનસ અને નિક જાેનસે પણ આસામ અને બિહારના પૂર પીડિતોને મદદ મોકલાવી છે. આ તરફ વિરાટ અને અનુષ્કા હાલ પોતાના ઘરમાં જ છે. લોકડાઉનના આ સમયમાં તેઓ સોશિયલ મીડિયા પર ખાસ્સા એક્ટિવ છે અને તેમની પોસ્ટ ફેન્સને આકર્ષિત કરે છે.