બિહાર ચુંટણીમાં ૧૦ ધુરંધરોએ રાજકીય વિરાસત બચાવી
પટણા, બિહાર ચુંટણી ઇતિહાસ પરિવારવાદ અને વંશવાદની રાજનીતિનું સારૂ ઉદાહરણ રહ્યું છે લાંબી યાદી છે અહીં વંશવાદી રાજનીતિની.આ વખતેની ચુંટણી પણ તેનાથી દુર રહી શકી નહીં. તમામ પક્ષોએ વંશવાદની છાપ જાેવા મળી વંશવાદની રાજનીતિનો મુકાબલો લગભગ ૫૦-૫૦ રહ્યો.૧૬ ઉમદેવારો એવા હતાં જેમની મજબુત પારિવારિક પેઠ રાજનિતિમાં રહી તેમાંથી ૧૦ ઉમેદવારોમાં જીત હાંસલ કરી શકયા જયારે ૬ પોતાના પરિવારની વિરાસતને બચવવામાં સફળ રહ્યાં નથી.
મહાગઠબંધન તરફથી મુખ્યમંત્રી પદના ચહેરા તરીકે પ્રમોટ કરાયેલ અને પૂર્વ મુખ્યમંત્રી લાલુ પ્રસાદના પુત્ર તેજસ્વી યાદવે રાધોપુર બેઠક પરથી જીત મેળવી છે. જયારે તેમના ભાઇ તેજપ્રતાપ યાદવ હસનપુરથી જીત હાંસલ કરી છે. જયારે રામગઢ બેઠક પરથી પાંચ વાર ધારાસભ્ય રહી ચુકેલ જગદાનંદ સિંહનો પુત્ર સુધાકર પોતાના પિતાની પરંપરાગત બેઠક જાળવી રાખવામાં સફળ રહ્યાં હતાં. શિવહર બેઠક પર ચેતન આનંદ ચુંટાઇ આવ્યા છે.તેમના પિતા આનંદ મોહન અને માતા લવલી આનંદ સાંસદ રહી ચુકયા છે. ચેતને જીત હાંસલ કરી રાજનીતિક ઇનિગ્સની શરૂઆત કરી છે.અજય યાદવ અતરીથી ચુંટાઇ આવ્યા છે તેમના પિતા રાજેન્દ્ર યાદવ અને માતા કુંતી સિંહ પણ ધારાસભ્ય રહ્યાં છે. તેઓએ આ જીત સાથે પરિવારની વિરાસતને આગળ વધારવામાં સફળતા હાંસલ કરી છે.
આ ઉપરાંત ઋષિકુમાર ઓબરા વિસ્તારમાંથી ચુંટાઇ આવ્યા છે તેમની માતા કાંતિસિંહ કેન્દ્રીય મંત્રી હતાં. બિહારમાં પણ મંત્રી રહી ચુકયા છે. આ ઉપરાંત શ્રેયસી સિંહ ભાજપની ટિકિટ પરથી જમુઇથી જીતી મેળવી ચુકયા છે તેમાં પિતા દિગ્વિજયસિંહ કેન્દ્રમાં મંત્રી રહ્યાં હતાં માતા પુતુલદેવી સાંસદ રહ્યાં છે. કૌશલ કિશોર જદયુની ટીકીટ પરથી રાજગીર બેઠક પરથી ચુંટાઇ આવ્યા છે. કૌશલ હરિયાણાના રાજયપાલ સત્યદેવ નારાયણ આર્યના પુત્ર છે.સત્યદેવ નારાયણ રાજગીરથી આઠ વાર ધારાસભ્ય રહ્યાં છે બિહારના પૂર્વ મુખ્યમંત્રી જગન્નાથ મિશ્રાના પુત્ર નીતીશ મિશ્રા પણ ઝંઝારપુરથી ચુંટાઇ આવ્યા છે.
એ યાદ રહે કે એવા કેટલાય ઉમેદવારો છે જેઓ પોતાની વિરાસત સંભાળી શકયા નથી તેમાં ફિલ્મ અભિનેતા અને પૂર્વ સાંસદ શત્રુધ્નસિંહના પુત્ર લવ સિન્હાની રાજનીતિની શરૂઆત ખરાબ રહી તેઓ બાંકીપુરથી પરાજીત થયા છે. આ ઉપરાંત પુષ્પમ પ્રિયા ચૌધરીના દાદાના ઉમાકાંત ચૌધરી જદયુના સંસ્થાપકોમાંથી એક હતાં પિતા જદયુના એમએલસી રહ્યાં હતાં.
પુષ્પમ બાંકીપુર અને બિસ્ફી બંન્ને બેઠકોથી ચુંટણી લડી રહી હતી અને બંન્ને જગ્યાએથી પરાજય થઇ હતી.આ ઉપરાંત જદયુના પૂર્વ અધ્યક્ષ શરદ યાદવની પુત્રી સુભાષિની કોંગ્રેસની બેઠક પરથી બિહારીગંજમાં ચુંટણી લડી અને તેમની હાર થઇ શુભાનંદ મુકેશના પિતા સદાનંદ કહલગાંવ બેઠકથી નવવાર ધારાસભ્ય રહ્યાં વિધાનસભામાં અધ્યક્ષ રહ્યાં કોંગ્રેસની ટીકીટ પર શુભાનંદ પિતાની પરંપરાગત બેઠક પર ઉમેદવાર હતાં પરંતુ કહલગાંવની જનતાએ વંશવાદની રાજનીતિને નકારી દીધી પૂર્વ મુખ્યમંત્રી દરોહા રાયનો પુત્ર ચંદ્રિકા રાય જદયુ તરફથી પસરાથી પરાજીત થયો છે.
દિવ્યા પ્રકાશના પિતકા જયપ્રકાશ નારાયણ કેન્દ્રેમાં મંત્રી રહ્યાં બિહારમાં પણ મંત્રી રહ્યાં દિવ્યા પ્રકાશરાજદની ટીકીટ પરથી તારાબુર બેઠક પરથી ચુંટણી લડયા હતાં પરંતુ જદયુના મેવાલાલે તેમને પરાજય આપ્યો આમ તેઓ પોતાની વિરાસત બચાવી શકયા નહીં.HS