બિહાર ચુંટણી ભાજપનો સંકલ્પ પત્ર રજુ: ૧૯ લાખ યુવાનોને રોજગારી સહિત અને વચનો આપ્યા
પટણા, બિહાર વિધાનસભા ચુંટણીને લઇ ભાજપે આજે પોતાનો ઘોષણાપત્ર જારી કર્યો છે ભાજપના સંકલ્પ પત્રને નાણાંમંત્રી નિર્મલા સીતારમણે લોન્ચ કર્યો.આ પ્રસંગ પર નાણાં મંત્રી નિર્મલા સીતારમણ ઉપરાંત બિહાર ભાજપ પ્રભારી ભુપેન્દ્ર યાદવ કેન્દ્રીય ગૃહ રાજયમંત્રી નિત્યાનંદ રાય,કેન્દ્રીય મંત્રી અશ્વિની ચૌબે,બિહાર સરકાના કૃષિ મંત્રી પ્રેમકુમાર, નંદકિશોર યાદવ પ્રદેશ ભાજપ પ્રમુથખ સંજય જયસવાલ અને પૂર્વ મંત્રી રાધામોહન અને સાંસદ વિવેક ઠાકુર હાજર રહ્યાં હતાં.
ધોષણાપત્ર લોન્ચ કરવા પ્રસંગે કૃષિ મંત્રી પ્રેમકુમારે કહ્યું કે ભાજપ જે કહે છે તે કરે છે જે સંકલ્પ જારી કરવામાં આવ્યો છે તેને કોઇ પણ સ્થિતિમાં પુરો કરવામાં આવશે. ગત ૧૫ વર્ષોમાં રાજય બિહારને વિકાસના માર્ગે લઇ જવામાં આવ્યું છે. જાસવાલે કહ્યું કે ભાજપે આર્થિક ઉન્નતિ ક્ષેત્રમાં આત્મનિર્ભર ભારતને લઇ સંકલ્પ લીધો છે શિક્ષાની ઉન્નતિ આરોગ્યના યોગ્ય ઉપાયો સશક્ત કૃષિ ઉત્પાદન અને કિસાન બધાની સાથે ૧૧ સંકલ્પને બિહારની જનતાની સામે રાથવામાં આવી રહ્યાં છે જેથી ૧૯ લાખ રોજગારની નવી તકો લોકોની સામે આવશે. તેમાં કોરોનાની રસી આવશે અને દરેક ભારતીયોને મફત રસી આપવામાં આવશે.
ભાજપે ધોષણા કરી છે કે તમામ ટેકનીકી શિક્ષા જેમાં મેડિકલ એન્જીનિયરીંગ અને બીજી ટેકનીકી શિક્ષા સામેલ છે તેને હિન્દી ભાષામાં ઉપલબ્ધ કરાવવામાં આવશે આગામી પાંચ વર્ષમાં આઇટી હબ સ્થાપિત કરી બિહારમાં ૫૦૦૦૦૦ આઇટી સેકટરમાં રોજગારની તક ઉભી કરાશે,સરકાર બનાવા પર અનાજની ખરીદી એમએસપી પર કરવામાં આવશે દલિતોને ૨૦૨૨ સુધી પાકા મકાનો આપવામાં આવશે દુધ આધારિત ૧૫ પ્રોસેસિંગ ઉદ્યોગ લગાવવામાં આવશે મકાઇ, ફળ શાકભાજી વગેરેની વ્યાપાર ચેન બનાવવામાં આવશે જેમાં ૧૦ લાખ રોજગારી ઉભી કરાશે. નિર્મલા સીતારમણે આ પ્રસંગે કહ્યું કે ભાજપ જે કહે છે કે કરીને બતાવે છે.તેના અનેક ઉદાહણ છે જેથી એ સાબિત થાય છે કે અમે જે કહ્યું છે તેને કરી બતાવ્યું છે.