Western Times News

Gujarati News

બિહાર-ઝારખંડમાં અનેક ઠેકાણે CBIની કાર્યવાહી

ફ્લોર ટેસ્ટ પહેલા RJD નેતાઓના ત્યાં દરોડા

રેડ સમયે સુનિલ સિંહના ઘરની બહાર સુરક્ષાકર્મીઓ તૈનાત જાેવા મળ્યા અને તેઓ ઘરની બહાર જમીન પર બેસી ગયા

નવી દિલ્હી,બિહાર અને ઝારખંડમાં આજે સીબીઆઈએ અનેક જગ્યાઓ પર દરોડા પાડ્યા. બિહારમાં સીબીઆઈની આ રેડ એવા સમયે પડી છે જ્યારે રાજ્યમાં આજે ફ્લોર ટેસ્ટ થવાનો છે. સીબીઆઈએ આરજેડી એમએલસી સુનિલ સિંહ, સાંસદ અશફાક કરીમી અને સાંસદ ફૈયાઝ અહેમદના ઠેકાણાઓ પર દરોડા પાડ્યા. રેડ સમયે સુનિલ સિંહના ઘરની બહાર સુરક્ષાકર્મીઓ તૈનાત જાેવા મળ્યા અને તેઓ ઘરની બહાર જમીન પર બેસી ગયા.

રિપોર્ટ્‌સ મુજબ નોકરી કૌભાંડ માટે કથિત જમીન, ગેરકાયદેસર ખનન અને વસૂલીની તપાસ સંલગ્ન મામલાઓમાં બંને રાજ્યોમાં સીબીઆઈએ આ કાર્યવાહી કરી છે. રિપોર્ટ્‌સ મુજબ નોકરી કૌભાંડ માટે કથિત જમીન, ગેરકાયદેસર ખનન અને વસૂલીની તપાસ સંલગ્ન મામલાઓમાં બંને રાજ્યોમાં સીબીઆઈએ આ કાર્યવાહી કરી છે. જેમાંથી એક લોકેશન પ્રેમ પ્રકાશનું પણ છે જે અંગે કહેવાય છે કે તેના મોટા નેતાઓ સાથે સંબંધ છે.

આ ઉપરાંત ઝારખંડમાં સીએમ હેમંત સોરેનના વિધાયક પ્રતિનિધિ પંકજ મિશ્રાની પૂછપરછ બાદ દરોડા પાડવામાં આવ્યા છે. આરજેડી એમએલસી અને બિસ્કોમાન પટણાના અધ્યક્ષ સુનિલ સિંહે સીબીઆઈ રેડ પર કહ્યું કે આ જાણી જાેઈને થઈ રહ્યું છે. તેનો કોઈ અર્થ નથી. તેઓ વિચારી રહ્યા છે કે ડરના માર્યા ધારાસભ્યો તેમના પક્ષમાં આવી જશે. બીજી બાજુ મધુબનીમાં રાજ્યસભા સાંસદ ડો.ફૈયાઝ અહેમદના ઘરે ઈડીની ટીમે સવાર સવારમાં દરોડા પાડ્યા.

સીઆરપીએફના ડઝન જેટલા કર્મીઓ તેમના ઘરની બહાર તૈનાત જાેવા મળ્યા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યાં મુજબ સવારે સાડા છ વાગે ઈડીની ટીમ ફૈયાઝ અહેમદના ઘરે પહોંચી અને દીવાલ કૂદીને ઘર પરિસરમાં દાખલ થઈ. ઘરની અંદર દરોડાની કાર્યવાહી ચાલુ છે. કોઈને પણ ઘરની નજીક જવા દેવામાં આવતા નથી. આરજેડી નેતાએ સીબીઆઈ અને ઈડીના દુરઉપયોગનો આરોપ ભાજપ પર લગાવ્યો છે.

આરજેડી નેતાઓના ઘરે સીબીઆઈની રેડ બાદ રાજ્યસભા સાંસદ મનોજ ઝાએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા. તેમણે કહ્યું કે એ કહેવું બેકાર છે કે આ ઈડી, સીબીઆઈ કે ઈન્કમ ટેક્સની રેડ છે. આ ભાજપની રેડ છે. તેઓ ભાજપ માટે કામ કરે છે. તેમની ઓફિસ ભાજપની સ્ક્રિપ્ટથી ચાલે છે. આજે બિહારમાં ફ્લોર ટેસ્ટ છે અને અહીં આ શું થઈ રહ્યું છે? આ બધાને ખબર છે.ss1


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.