બિહાર, પંજાબ, કેરળ અને ઝારખંડના રાજ્યોમાં જૂનમાં MSME લોનનું વિતરણ ફેબ્રુઆરીમાં થયેલા વિતરણ કરતાં ચાર ગણું થયું
માળખાગત રીતે મજબૂત MSMEs રોગચાળા દરમિયાન મજબૂત જળવાઈ રહી
મુંબઈ, ટ્રાન્સયુનિયન સિબિલ-સિડબી MSME પલ્સ રિપોર્ટની લેટેસ્ટ એડિશનના તારણો પરથી સંકેત મળ્યો છે કે, ચાલુ વર્ષે મે મહિનામાં ઇમરજન્સી ક્રેડિટ લાઇન ગેરન્ટી સ્કીમ (ECLGS) પ્રસ્તુત થયા પછી અત્યાર સુધી MSMEનાં ધિરાણમાં ફરી સુધારો જોવા મળ્યો છે કે એને વેગ મળ્યો છે. ભારતમાં જૂન, 2020માં બેલેન્સ શીટ પર કુલ વાણિજ્યિક ધિરાણ રૂ. 67.03 લાખ કરોડ હતું, જે જૂન, 2019માં રૂ. 69.77 લાખ કરોડથી આંશિક રીતે ઓછું હતી. જૂન, 2020 સુધી આ ધિરાણમાંથી MSME સેગમેન્ટને રૂ. 16.94 લાખ કરોડનું ધિરાણ થયું હતું.
આ રિપોર્ટ અતિ નાનાં અને માઇક્રો1 કેટેગરીઓ સિવાય મોટા ભાગના MSME પેટા-સેગમેન્ટમાં ઘટાડો દર્શાવે છે. MSME સેગમેન્ટમાં એનપીએ (બિનકાર્યક્ષમ અસ્કયામતો) દરોમાં આંશિક વધારો જોવા મળ્યો છે, જે જૂન, 2019માં 11.4 ટકાથી વધીને જૂન, 2020માં 12.8 ટકા થયો હતો. MSME પેટા-સેગમેન્ટની અંદર એનપીએ દર વધુ ધિરાણ ધરાવતા પેટા-સેગમેન્ટ માટે સામાન્ય રીતે ઊંચો છો. MSME ધિરાણમાં ECLGSએ રિકવરીને વેગ આપ્યો
કેન્દ્ર સરકારે મે, 2020માં આત્મનિર્ભર ભારત અભિયાનની જાહેરાત કરી હતી, જેમાં ECLGS દ્વારા MSME લોન પર 100 ટકા ક્રેડિટ ગેરન્ટીની જોગવાઈ કરવામાં આવી છે. આ અભિયાન શરૂ થયા પછી અત્યાર સુધી MSME ધિરાણ પર ECLGSની સકારાત્મક અસર જોવા મળી છે. ધિરાણકારો દ્વારા MSMEને લોન આપવાનું પ્રમાણ લોકડાઉન દરમિયાન લોનના વિતરણથી વધ્યું છે.
MSME પલ્સનું વિશ્લેષણ દર્શાવે છે કે, લોકડાઉનના તબક્કા દરમિયાન તમામ પ્રકારનાં ધિરાણકારોની લોનની વહેંચણીને માઠી અસર થઈ હતી. ECLGS શરૂ થયા પછી સરકારી બેંકો (PSBs) આ યોજનાનો અમલ કરવામાં મોખરે હતી, જેના પરિણામે PSB દ્વારા લોનના વિતરણમાં વધારો થયો હતો, જે ફેબ્રુઆરી, 2020ની સરખામણીમાં 2.6 ગણું વધારે હતું. ખાનગી બેંકોએ પણ ફેબ્રુઆરી, 2020ના સ્તર કરતાં જૂન, 2020માં MSME સેગમેન્ટમાં લોનનું વધારે વિતરણ કર્યું હતું.
MSME પલ્સના તારણો વિશે ટ્રાન્સયુનિયન સિબિલના એમડી અને સીઇઓ શ્રી રાજેશ કુમારે કહ્યું હતું કેઃ “ECLGS યોજનાએ મજબૂત MSMEsને લોનની વધારે તક પૂરી પાડવા પ્રેરકબળ પૂરું પાડ્યું છે. બેંકોના ઉત્સાહી અભિગમ અને સરકારના સુસંકલિત પ્રયાસોથી આ યોજનાનો આક્રમક રીતે અમલ થયો છે તથા બેંકોએ MSME સેગમેન્ટને લોનની સુવિધા વધારી છે. અત્યારે અર્થતંત્ર ફરી ખુલ્યું હોવાથી મજબૂત MSMEsને અગાઉ કરતાં વધારે ફંડ પૂરું પાડવું જરૂરી છે. કોવિડ-19 પછીના ગાળામાં MSME ધિરાણની ઇકોસિસ્ટમનાં ઘણાં પાસાં બદલાઈ ગયા છે, જેને MSME પલ્સની આ એડિશનમાં વિગતવાર આવરી લેવાયાં છે.”
આ રિપોર્ટ પર સિડબીના ડેપ્યુટી મેનેજિંગ ડાયરેક્ટર શ્રી મનોજ મિત્તલે કહ્યું હતું કે, “આપણા દેશના અર્થતંત્રને ફરી પાટે ચઢાવવા MSME ક્ષેત્ર બેઠું થાય એ સૌથી વધુ મહત્ત્વપૂર્ણ છે. જ્યારે લાયકાત ધરાવતા MSME માટે ધિરાણની સુલભતા વધારવા માટે ધિરાણ ઉદ્યોગ મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, ત્યારે સાથે સાથે સુનિશ્ચિત કરે છે કે, સંપૂર્ણ બેલેન્સ જાળવવા અને ઇકોસિસ્ટમમાં લાંબા ગાળાની સ્થિરતા માટે ધિરાણનું જોખમ ઘટાડે છે. ડિજિટલ અને ઇન્ફોર્મેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો ઉપયોગ કરીને તથા ડેટા બેક પ્રોસેસીસ અને સોલ્યુશનોનો અમલ કરીને ધિરાણકારો નફાકારકતા હાંસલ કરી શકશે અને MSME પોર્ટફોલિયોની સાતત્યપૂર્ણ વૃદ્ધિ પણ જાળવી શકશે.”
માળખાગત રીતે મજબૂત MSMEs મજબૂત રહેશે MSME પલ્સમાં ચુકવણીમાં ચૂક જેવી અને MSME ઋણધારકો દ્વારા યુટિલાઇઝેશનના દરમાં વધારો જેવા નાણાકીય સમસ્યાના વહેલાસર સંકેતો જોવા મળ્યા છે. MSME ઋણધારકો માટે આ સંકેતો રોગચાળા પછીના સમય એટલે કે માર્ચ, 2020થી જૂન, 2020ના ચાર મહિનાના ટૂંકા ગાળામાં જોવા મળ્યાં છે. અભ્યાસના તારણો દર્શાવે છે કે, માર્ચ, 2020થી જૂન, 2020 વચ્ચે કોવિડ-19 દરમિયાન CMR-1થી CMR-3ના સુપર-પ્રાઇમ સેગમેન્ટમાં ચુકવણીમાં ઓછી ચુક જોવા મળી છે.
આ જ પ્રકારના ટ્રેન્ડ બદલાતા યુટિલાઇઝેશન દરો માટે જોવા મળ્યાં છે એટલે કે સુપર-પ્રાઇમ સેગમેન્ટમાં MSMEsએ વધારે વપરાશનો દર ઓછો દર્શાવ્યો છે. આ પ્રારંભિક સંકેતો સૂચવે છે કે, માળખાગત રીતે મજબૂત MSMEs રોગચાળાને કારણે લાગેલા આર્થિક ફટકામાં પણ પ્રમાણમાં વધારે મજબૂત રહ્યાં છે.
રોગચાળા પછી MSME ધિરાણના ક્ષેત્રમાં પરિવર્તનકારક પાસાં-કોવિડ-19 રોગચાળો અને એના પરિણામે ઊભા થયેલા વિક્ષેપથી MSME ધિરાણની ઇકોસિસ્ટમમાં મહત્ત્વપૂર્ણ પરિવર્તનો આવ્યાં છે. આ પરિવર્તનો માટે પ્રેરક પરિબળોમાં MSME ગ્રાહકોનો અભિગમ, કસ્ટમર પ્રોફાઇલ અને બદલાતાં પ્રવાહોને અનુરૂપ ધિરાણ ઉદ્યોગનો પ્રતિભાવ સામેલ છે.
ભૌગોલિક સ્તરે અભ્યાસમાં પ્રાપ્ત પરિવર્તનોની દ્રષ્ટિએ જોઈએ.
રિપોર્ટમાં જોવા મળ્યું છે કે, એપ્રિલથી મે, 2020ના ગાળા દરમિયાન મેટ્રો શહેરોમાં MSME ધિરાણમાં મોટો ઘટાડો થયો હતો. જોકે ECLGSના અમલ પછી જૂન, 2020માં એમાં ફરી સુધારો થયો હતો. એપ્રિલથી મે, 2020ના સમયગાળા દરમિયાન શહેરી, અર્ધશહેરી અને ગ્રામીણ વિસ્તારોને પ્રમાણમાં ઓછી અસર થઈ હતી, પણ હજુ કોવિડ-19 પૂર્વેના સ્તરની સરખામણીમાં કામગીરી નોંધપાત્ર રીતે ઓછી છે. ECLGS પછી આ તમામ વિસ્તારોમાં જૂન, 2020માં ધિરાણમાં મોટો વધારો થયો છે, જે માટે આ વિસ્તારોમાં લોકડાઉનના નિયમોમાં છૂટછાટો જવાબદાર છે.
MSME ધિરાણમાં રાજ્યમુજબ થયેલા પરિવર્તનોનો વધુ અભ્યાસ કરતા રિપોર્ટમાં જાણકારી મળી હતી કે, જ્યારે રાષ્ટ્રીય સ્તરે MSME ધિરાણમાં નોંધપાત્ર વૃદ્ધિને ECLGSથી બળ મળ્યું હતું, ત્યારે મહારાષ્ટ્ર અને દિલ્હી જેવા કોવિડની માઠી અસર ધરાવતાં રાજ્યોમાં વિતરણ સ્તર ફેબ્રુઆરી, 2020ની સરખામણીમાં જૂન, 2020માં ઓછું હતું. બિહાર, પંજાબ, કેરળ અને ઝારખંડમાં જૂન, 2020માં ધિરાણ ફેબ્રુઆરી, 2020માં થયેલા ધિરાણ કરતાં ચાર ગણું વધારે થયું હતું.
MSME પ્લસની એડિશનમાં એવું પણ જોવા મળ્યું હતું કે, કોવિડ-19થી પ્રેરિત લોકડાઉન પછી ધિરાણકારો ધિરાણની માગ પૂર્ણ કરવા માટે કઈ કઈ બાબતોને ધ્યાનમાં લઈ રહ્યાં છે. આ માટે MSME ઋણધારકોનું ધિરાણકારો સાથે તેમના હાલના સંબંધોને આધારે વર્ગીકરણ કરવામાં આવ્યું હતું. ધિરાણકાર સાથે હાલ વાણિજ્યિક ધિરાણ સંબંધ ધરાવતા ઋણધારકોને એક્ઝિસ્ટિંગ-ટૂ-બેંક (ETB) તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યાં;
જેઓ અગાઉ ધિરાણકારો સાથે કોઈ વાણિજ્યિક ધિરાણ સંબંધ ધરાવતા નહોતા, પણ અત્યારે ઉદ્યોગમાં કોઈ ધિરાણકાર સાથે વાણિજ્યિક ધિરાણનો સંબંધ ધરાવે છે તેમને ન્યૂ-ટૂ-બેંક (NTB) તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યાં; અને જે ઋણધારકો કોઈ પણ ધિરાણકાર સાથે વાણિજ્યિક સંબંધ ધરાવતા નહોતા તેમને ન્યૂ-ટૂ-ક્રેડિટ (NTC) તરીકે વર્ગીકૃત કરવામાં આવ્યાં. એવું પણ જોવામાં આવ્યું હતું કે, જુલાઈ અને ઓગસ્ટ, 2020માં વાણિજ્યિક ધિરાણ માટેની કુલ પૂછપરછમાં NTCની પૂછપરછનો હિસ્સો લગભગ રોગચાળા પૂર્વેના સ્તર જેટલો થઈ ગયો હોવા છતાં એમાં એપ્રિલથી જૂન, 2020 દરમિયાન નોંધપાત્ર ઘટાડો થયો હતો.
એપ્રિલથી જૂન, 2020ના સમયગાળા દરમિયાન ETB પૂછપરછમાં નોંધપાત્ર વધારો થયો હતો, પણ જુલાઈ અને ઓગસ્ટ, 2020માં ફેબ્રુઆરી, 2020ના સ્તર જેટલો ટ્રેન્ડ જોવા મળ્યો હતો. ETB, NTB અને NTC પૂછપરછના આ ટ્રેન્ડ સરકારી બેંકો, ખાનગી બેંકો અને નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપનીઓ (NBFCs) એમ તમામ પ્રકારના ધિરાણકારોમાં એકસરખો જોવા મળ્યો છે.
રિપોર્ટમાં કોવિડ-19 પછી લોકડાઉન દરમિયાન પૂછપરછના સિબિલ MSME રેન્ક (CMR) વિતરણનો અભ્યાસ પણ કરવામાં આવ્યો હતો અને આ રેન્ક વધારે જોખમ તરફ અગ્રેસર હોવાની જાણકારી મળી હતી. ફેબ્રુઆરી, 2020ની સરખામણીમાં ઓગસ્ટ, 2020માં સરકારી બેંકો, ખાનગી બેંકો અને NBFCs માટે CMR વિતરણ CMR-1થી CMR-3માં સુપર-પ્રાઇમ MSMEs માટે ઘટ્યું છે
તથા CMR-7થી CMR-10માં સબ-પ્રાઇમ MSMEs માટે સીએમઆર વિતરણ વધ્યું છે. NBFCsમાં સબ-પ્રાઇમ પૂછપરછો ફેબ્રુઆરી, 2020માં 15 ટકાથી વધીને ઓગસ્ટ, 2020માં 24 ટકા થઈ હતી તથા સરકારી બેંકોમાં સબ-પ્રાઇમ પૂછપરછમાં સૌથી વધુ ઘટાડો ફેબ્રુઆરી, 2020માં 38 ટકાથી ઓગસ્ટ, 2020માં 32 ટકા જોવા મળ્યો છે. જોકે તમામ ધિરાણકાર જૂથો માટે CMR વિતરણની માસિક ધોરણે કામગીરી ફેબ્રુઆરી, 2020ના સ્તરને પુનઃપ્રાપ્ત કરવાનો ટ્રેન્ડ દર્શાવે છે.
MSME પલ્સની આ એડિશનમાં દરેક ક્ષેત્રમાં MSMEsની માળખાગત ક્ષમતાને સમજવા MSME ઋણધારકોનું સેક્ટર-વાઇઝ જોખમ મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. જે ક્ષેત્રોનું વિશ્લેષણ થયું હતું એ ક્ષેત્રોને આરબીઆઈનાં ‘રિપોર્ટ ઓફ ધ એક્ષ્પર્ટ કમિટી ઓન રિઝોલ્યુશન ફ્રેમવર્ક ફોર કોવિડ-19 રિલેટેડ સ્ટ્રેસ્સ’માંથી લેવામાં આવ્યાં હતાં. સિબિલ MSME Rank (CMR)નું સેક્ટર વાઇઝ વિતરણ દર્શાવે છે કે, જ્યારે સુપર-પ્રાઇમ MSMEsમાં લોજિસ્ટિક્સ, હોટેલ-રેસ્ટોરાં-ટૂરિઝમ અને ખાણકામ પ્રમાણમાં ઓછો હિસ્સો ધરાવે છે, ત્યારે રસાયણ અને ફાર્માસ્યુટિકલ્સ, ઉત્પાદન અને ઓટો ઘટકો, ઉત્પાદન અને ડિલરશિપ પ્રમાણમાં મોટો હિસ્સો ધરાવે છે.
જોકે અમારું વિશ્લેષણ એવું પણ દર્શાવે છે કે, તમામ ક્ષેત્રોમાં MSMEsનો મોટો હિસ્સો માળખાગત રીતે મજબૂત છે અને હાલના આર્થિક પડકારોને ઝીલવા વધુ સારી રીતે સજ્જ છે. રાજેશ કુમારે એમની વાત પૂરી કરતાં કહ્યું હતું કે, “છેલ્લાં છ મહિનામાં MSME ધિરાણની ઇકોસિસ્ટમમાં ઘણા પરિવર્તનો આવ્યાં છે. તમામ ઇકોસિસ્ટમ કંપનીઓએ મજબૂતી અને લવચિકતા જાળવીને MSMEsને ધિરાણના નવા નિયમો અપનાવ્યાં છે.
જેમ જેમ આપણે આગળ વધીશું, તેમ તેમ ઇકોસિસ્ટમની કંપનીઓ માટે નવા નિયમો નવા પડકારો ઊભા કરશે. ઉદ્યોગના સ્તરે MSMEsનાં બારીક પાસાઓ પર નજર રાખવાની તથા સમયસર અને અસરકારક હસ્તક્ષેપો કરવાની ભૂમિકા લાંબા ગાળે ધિરાણકારો, MSMEs અને અર્થતંત્ર માટે સતત વૃદ્ધિનો પાયો બની રહેશે.”
MSME પલ્સ- એડિશન X – મુખ્ય બાબતો -ECLGSએ MSMEsને ધિરાણ આપવા બળ પૂરું પાડ્યું: કોવિડ-19 રોગચાળાને કારણે લોકડાઉન પછી MSMEsને ધિરાણ આપવાની કામગીરીમાં ઘટાડો થયો હતો. મે, 2020માં જાહેરાત થયા પછી ECLGS યોજનાના અમલથી MSMEsને ધિરાણ આપવાની પ્રક્રિયાને અતિ જરૂરી અને નોંધપાત્ર વેગ મળ્યો છે. આ યોજનાથી પ્રોત્સાહિત સરકારી બેંકના વિતરણમાં ફેબ્રુઆરી, 2020ની સરખામણીમાં જૂન, 2020માં 2.6 ગણાનો વધારો થયો છે. જૂન, 2020માં MSME સેગમેન્ટમાં સરકારી બેંકોનું ધિરાણ વિતરણ ફેબ્રુઆરી, 2020ના સ્તર પર પરત ફર્યું હતું.
જે વિસ્તારોમાં ઓછું કડક લોકડાઉન લાગુ થયું હતું એ વિસ્તારોમાં વધારે ધિરાણ થયું અને બાકી નીકળતા ધિરાણમાં ઓછો ઘટાડો થયોઃ લોકડાઉન દરમિયાન મેટ્રો રિજનમાં MSME ધિરાણમાં તીવ્ર ઘટાડો થયો હતો અને ECLGS પછી સુધારાનો પ્રમાણમાં ઓછો દર જોવા મળ્યો હતો.
જ્યારે જૂન, 2020માં શહેરી, અર્ધશહેરી અને ગ્રામીણ વિસ્તારોમાં MSME લોનની સંખ્યા ફેબ્રુઆરી, 2020ની સંખ્યા કરતાં ત્રણ ગણાથી વધારે છે, ત્યારે મેટ્રો રિજનમાં આ સંખ્યા 1.86 ગણી હતી. રાજ્ય સ્તરે એટલે બિહાર, ઝારખંડ, પંજાબ અને કેરળમાં આવો ટ્રેન્ડ જોવા મળ્યો હતો, જ્યાં ફેબ્રુઆરી, 2020ની સરખામણીમાં જૂન, 2020માં MSME લોન વિતરણ ચાર ગણું વધારે થયું હતું, ત્યારે આ જ ગાળામાં મહારાષ્ટ્ર અને દિલ્હીમાં અનુક્રમે 1.86 ગણું અને 1.06 ગણું થયું હતું.
બાકી નીકળતા ધિરાણમાં માઇક્રો લોનના સેગમેન્ટમાં સૌથી ઓછો ઘટાડો જોવા મળ્યોઃ રૂ. 16.94 લાખ કરોડ પર જૂન, 2020માં કુલ બાકી નીકળતું MSME ધિરાણ વાર્ષિક ધોરણે 5.75 ટકા સુધી ઘટ્યું હતું. જોકે માઇક્રો લોન સેગમેન્ટ માટે એમાં વાર્ષિક ધોરણે 1 ટકાનો વધારો થયો હતો, જેમાં જૂન, 2020માં બાકી નીકળતું ધિરાણ રૂ. 4.5 લાખ કરોડ હતું.
જ્યારે ECLGSનો લાભ MSMEના તમામ પેટા-સેગમેન્ટને થયો છે, ત્યારે ફેબ્રુઆરી, 2020ની સરખામણીમાં જૂન, 2020માં વિતરણ થયેલી લોનની સંખ્યા માઇક્રો લોનનો હિસ્સો સૌથી વધુ હતો અને આ સેગમેન્ટમાં ત્રણ ગણું વધારે વિતરણ થયું હતું.
નવી MSME લોનના વિતરણમાં NBFCs પાછળ રહી અને બજારહિસ્સામાં ઘટાડો થયોઃ જ્યારે સરકારી બેંકો અને ખાનગી બેંકો દ્વારા લોનનું વિતરણ રોગચાળાના પૂર્વ સ્તરે પરત ફર્યું છે, ત્યારે NBFCs ફેબ્રુઆરી, 2020ની સરખામણીમાં જૂન, 2020માં 20 ટકા સ્તર હાંસલ કરી શકી છે. પરિણામે NBFCsને ધિરાણ બજારમાં હિસ્સો ગુમાવવો પડ્યો છે, જેનો ફાયદો સરકારી બેંકો અને ખાનગી બેંકો મળ્યો છે. NBFCને ફેબ્રુઆરી, 2020ની સરખામણીમાં પૂછપરછમાં જૂન, 2020માં 40 ટકાનો તથા જુલાઈ, 2020 અને ઓગસ્ટ, 2020માં 60 ટકાનો સુધારો ધ્યાનમાં રાખીએ તો એના ધિરાણ વિતરણમાં વધારો થવાનો અંદાજ છે.
માળખાગત રીતે મજબૂત MSMEs કોવિડ-19 રોગચાળા દરમિયાન મજબૂત જળવાઈ રહેશેઃ માર્ચ, 2020થી જૂન, 2020ના ચાર મહિનાના ગાળામાં CMR-1થી CMR-3નાં સુપર-પ્રાઇમ સેગમેન્ટમાં ટર્મ લોનની ચુકવણીમાં સૌથી ઓછી ચૂક 25 ટકા જોવા મળી હતી;
CMR-7થી CMR-10નાં સબ-પ્રાઇમ સેગમેન્ટમાં 36 ટકા ચૂક જોવા મળી હતી. રોકડ ધિરાણ/ઓવરડ્રાફ્ટની સુવિધામાં CMR-1થી CMR-3ના સુપર-પ્રાઇમ સેગમેન્ટ કરતાં CMR-4થી CMR-6નાં પ્રાઇમ સેગમેન્ટમાં વધારે ઉપયોગિતામાં પ્રમાણમાં વધારે કામગીરી જોવા મળી હતી. એટલે જો ચુકવણીમાં ચૂક અને વપરાશના દરમાં વધારાને તણાવના સંકેતો ગણવામાં આવે, તો માળખાગત રીતે મજબૂત MSMEs રોગચાળા દ્વારા ઊભી થયેલી આર્થિક કટોકટીમાં પણ પ્રમાણમાં વધારે મજબૂત જળવાઈ રહેશે.
તમામ ક્ષેત્રોમાં માળખાગત રીતે મજબૂત MSMEs છેઃ રિપોર્ટમાં આરબીઆઈના 07 સપ્ટેમ્બર, 2020ના રોજ કોવિડ-19 સાથે સંબંધિત તણાવ માટે ઠરાવના માળખાગત કાર્ય પર નિષ્ણાતની સમિતિના અહેવાલમાં ઉલ્લેખિત MSMEsના CMR વિતરણનું વિશ્લેષણ કરવામાં આવ્યું હતું. આ વિશ્લેષણ સંકેત આપે છે કે, સુપર-પ્રાઇમ MSMEsમાં લોજિસ્ટિક્સ, હોટેલ-રેસ્ટોરાં-ટૂરિઝમ અને ખાણકામ જેવા ક્ષેત્રો ઓછો હિસ્સો ધરાવે છે, ત્યારે રસાયણ અને ફાર્માસ્યુટિકલ્સ, ઉત્પાદન અને ઓટો ઘટકો, ઉત્પાદન અને ડિલરશિપ જેવા ક્ષેત્રો સુપર-પ્રાઇમ MSMEsનો મોટો હિસ્સો ધરાવે છે. પણ તમામ ક્ષેત્રોમાં મોટી સંખ્યામાં MSMEs માળખાગત રીતે મજબૂત છે અને વર્તમાન આર્થિક પડકારો ઝીલવા વધારે સારી રીતે સજ્જ છે.
ઓગસ્ટ, 2020માં ધિરાણની પૂછપરછનું CMR વિતરણ ફેબ્રુઆરી, 2020ના સ્તરથી વધીને વધુ જોખમ તરફ થયું: ફેબ્રુઆરી, 2020ની સરખામણીમાં ઓગસ્ટ, 2020માં CMR-1થી CMR-3નાં બ્રેકેટમાં સુપર-પ્રાઇમ MSMEs માટે સરકારી બેંકો, ખાનગી બેંકો અને NBFCs માટે CMR વિતરણમાં ઘટાડો થયો છે અને CMR-7થી CMR-10માં સબ-પ્રાઇમ MSMEs માટે વધારો થયો છે. NBFCsમાંથી સબ-પ્રાઇમ પૂછપરછમાં સૌથી વધુ વધારો જોવામાં આવ્યો હતો – ફેબ્રુઆરી, 2020માં 15 ટકાથી ઓગસ્ટ, 2020માં 24 ટકા. સરકારી બેંકોએ સુપર-પ્રાઇમ પૂછપરછમાં સૌથી વધુ ઘટાડો અનુભવ્યો હતો – ફેબ્રુઆરી, 2020માં 38 ટકાથી ઓગસ્ટ, 2020માં 32 ટકા. જોકે તમામ પ્રકારના ધિરાણકારોમાં CMR વિતરણની માસિક ધોરણે કામગીરી ફેબ્રુઆરી, 2020ના સ્તર જેટલી થઈ ગઈ છે.
માર્ચ, 2020ની સરખામણીમાં જૂન, 2020માં MSME સેગમેન્ટનો NPA દર આંશિક રીતે ઊંચો હતોઃ માર્ચ, 2020ની સરખામણીમાં જૂન, 2020માં મોટા ભાગના MSME સેગમેન્ટ માટે NPA દર આંશિક રીતે વધારે હતો, પણ આ ટ્રેન્ડ માર્ચ, 2019ની સરખામણીમાં જૂન, 2019ને સુસંગત છે, જેમાં અગાઉના વર્ષ દરમિયાન વધારો જોવા મળ્યો હતો. જૂન, 2020 માટે MSME NPA દરમાં NBFCsએ 9.7 ટકાનો તીવ્ર વધારો દર્શાવ્યો હતો, જે જૂન, 2019માં 5.8 ટકા હતો. ખાનગી બેંકો માટે જૂન, 2020માં આ દર 5.8 ટકા હતો, જે જૂન, 2019માં 4.6 ટકા હતો.