બિહાર પોસ્ટલ સર્કલ લોકોના ઘરે જઇને ‘શાહી લીચી’ અને ‘ઝરદાલુ કેરી’ની ડિલિવરી કરશે

Files Photo
કોરોના વાયરસના ફેલાવાને નિયંત્રણમાં લાવવા માટે લાગુ કરવામાં આવેલા દેશવ્યાપી લૉકડાઉનના કારણે, લીચી અને કેરીનું વાવેતર કરનારા ખેડૂતોને તેમના ફળો બજાર સુધી વેચાણ અર્થે પહોંચાડવામાં અને તેનું પરિવહન કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
લોકો સુધી તેનો પૂરવઠો પહોંચાડવો એ એક મોટો પડકાર બની ગયો છે અને લોકોની આવી માંગને પહોંચી વળવા તેમજ ખેડૂતોને તેમના ફળો માટે કોઇપણ મધ્યસ્થી વગર વેચવા માટે બજાર ઉપલબ્ધ કરાવવાના આશયથી બિહાર સરકારના બાગાયત વિભાગ અને ભારત સરકારના પોસ્ટ વિભાગે સાથે મળીને એક નવી પહેલ શરૂ કરી છે.