બિહાર વિધાનસભાની ચુંટણીમાં એનડીએનો દબદબો, મહાગઠબંધન પાછળ
પટણા, બિહાર વિધાનસભાની ૨૪૩ વિધાનસભા બેઠકો પર થયેલ ચુંટણી માટે આજે મતગણતરી કડક સુરક્ષા વચ્ચે હાથ ધરવામાં આવી હતી મતગણતરી દરમિયાન એ સ્પષ્ટ થઇ ગયું છે કે રાજયમાં એકવાર ફરી નીતીશકુમારના નેતૃત્વમાં એનડીએ ગઠબંધન સરકાર બની રહી છે.જાે કે સત્તાવાર આંકડા મોડી સાંજ સુધી બહાર આવશે પરંતુ એનડીએની જીત સુનિશ્ચિત થતાં ભાજપ જદયુના કાર્યકરોમાં ઉત્સાહ છવાઇ ગયો હતો.ભાજપના કાર્યકરોએ જયાં શંખનાદ કર્યો ત્યાં જદયુ કાર્યકર્તાઓએ ફટાકડા ફોડીની જીતની ઉજવણી કરી હતી. જાે કે કેટલાક નેતાઓએ જયાં પોતાની હારનું ઠીકરૂ ઇવીએમ પર ફોડયુ છે. જયારે રાજદની કચેરીમાં સન્નાટો છવાઇ ગયો હતો.જાે કે કેટલાક લોકો માછલીઓ લઇને આવ્યા હતાં.
બિહાર વિધાનસભાની ચુંટણી સાથે ૧૧ રાજયોમાં થયેલ પેટાચુંટણીના પરિણામોમાં પણ ભાજપને જીત હાંસલ થઇ છે. ભાજપે આ જીતની ઉજવણી કરી હતી પટણાથી લઇ ઇન્દોર સુધી ઉજવણી કરવામાં આવી હતી.પટણામાં ભાજપ કાર્યકરોએ ઢોલ વગાડી ઉજવણી કરી હતી મહિલાઓએ એક બીજાને રંગ લગાવી જીતની ઉજવણી કરી હતી.સવારમાં જયારે મહાગઠબંધન આગળ હતું ત્યારે ભાજપ અને જદયુના કાર્યાલયોમાં સન્નાટો છવાયેલો રહ્યો હતો જાે કે બાદમાં જયારે એનડીએ આગળ નિકળી રહ્યું હતું ત્યારે કાર્યકરો કાર્યાલય પહોંચી પહોંચ્યા હતાં અને જીતની ઉજવણી કરી હતી.
લોજપાના ચિરાગ પાસવાને બિહાર વિધાનસભા ચુંટણીમાં મુખ્યમંત્રી નીતીશકુમારની વિરૂધ્ધ મોરચો ખોલી પરિણામોને અપ્રત્યાશિત રીતે પ્રભાવિત કર્યા સ્થિતિ એવી થઇ ગઇ કે નીતીશકુમારની જનતાદળ,ભાજપ રાજદ બાદ ત્રીજા નંબર પર આવી ગઇ હવે નીતીશની સામે નૈતિકતાની મોટી સમસ્યા ઉભી થઇ ગઇ છે જાે કે ભાજપે ચુંટણી દરમિયાન અનેકવાર કહ્યું છે કે પરિણામ કંઇ પણ હોય એનડીએના નેતા નીતીશકુમાર જ રહેશે પરંતુ ભાજપના મુકાબલે મોટા અંતરથી બેઠકો ઓછી આવવાને કારણે ઉહાપોહની સ્થિતિ પેદા થઇ ગઇ છે.
અત્યાર સુધી ભાજપ ૭૩ અને રાજદ ૬૪ અને જદયુ ૪૯ બેઠકો પર આગળ ચાલી રહી છે. આવામાં કહેવામાં આવી રહ્યું છે કે જાે એલજેપીએ જદયુની વિરૂધ્ધ ઉમેદવાર ઉભા રાખ્યા ન હોત તો નીતીશકુમારની પાર્ટી જદયુ બિહારમાં સૌથી મોટી પાર્ટી બનીને આવી હોત.HS