Western Times News

Gujarati News

બિહાર વિધાનસભાની મતગણતરી માટે કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઇ

નવીદિલ્હી, ચુંટણી પંચે ૧૦ નવેમ્બરે યોજાનાર મતગણતરી માટે ખાસ વ્યવસ્થા કરી છે.રાજયના તમામ ૩૮ જીલ્લામાં ૫૫ મતદાન કેન્દ્રો સ્થાપિત કરવામાં આવ્યા છે જયાં સીસીટીવીની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ચુંટણી પેનલે કહ્યું કે રાજયના તમામ ૩૮ જીલ્લામાં કુલ ૫૫ મતગણતરીના કેન્દ્રો અને ૪૧૪ હોલમાં મતોની ગણતરી કરવામાં આવશે.

આ સાથે જ ૭૮ કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ સીએપીએફની તહેનાતી પણ કરવામાં આવી છે પૂર્વ ચંપારણના ચાર જીલ્લા ૧૨ વિધાનસભા વિસ્તાર ,ગયા ૧૦ નિર્વાચન ક્ષેત્ર,સીવાન આઠ નિર્વાચન ક્ષેત્ર અને બેગુસરાય સાત નિર્વાચન વિસ્તારમાં મોટાભાગે ત્રણ મતગણતરીના કેન્દ્રો બનાવવામાં આવ્યા છે બાકીના જીલ્લામાં એક કે બે મતગણતરીના કેન્દ્રો છે.

રાજયોમાં કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખતા કોવિડ ૧૯ દિશાનિર્દેશોથી પાલન કરવાને લઇ કડક પગલા ઉઠાવ્યા છે.મતગણતરી કેન્દ્રોમાં પ્રવેશ માટે ફેસ માસ્ક અનિવાર્ય હશે આ ઉપરાંત સેનેટાઇઝર યોગ્ય માત્રમાં રાખવામાં આવશે બિહારના મુખ્ય ચુંટણી નિર્વાચન અધિકારી એચ આર શ્રીનિવાસે પત્રકારોને કહ્યું કે ચુંટણી પંચે સ્ટ્રોગ રૂમ (ઇલેકટ્રોનિક મતદાન મશીન) અને મતગણતરી કેન્દ્ર માટે ત્રિસ્તરીય સુરક્ષા પ્રણાલી સ્થાપિત કરી છે તેમણે કહ્યું કે સુરક્ષા માટે હથિયાર કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળ સીએપીએફ કે બિહાર સૈન્ય પોલીસ બીએમપી અને જીલ્લા પોલીસને તહેનાત કરવામાં આવી છે.

ફકત મજબુત રૂમો અને મતગણતરી કેન્દ્રોની સુરક્ષા માટે સીએપીએફની ૧૯ કંપનીઓને તહેનાત કરવામાં આવી છે. આ ઉપરાંત અમારી પાસે ગણતરીની પ્રક્રિયા દરમિયાન અને કાનુન વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે ૫૯ સીએપીએફ કંપનીઓને તહેનાત કર્યા છે એક સીએપીએફ કંપનીમાં લગભગ ૧૦૦ કર્મચારી સામેલ થાય છે.આ પહેલા બિહાર ચુંટણીના પહેલા તબક્કામાં ૨૮ ઓકટોબરે ૭૧ બીજા તબક્કામાં ત્રણ નવેમ્બરે ૯૪ બેઠકો પર મતદાન સંપન્ન થઇ ચુકયુ છે. સાત નવેમ્બરે અંતિમ તબક્કાના મતદાનની સાથે જ બિહાર વિધાનસભા ચુંટણી પુરી રીતે સમાપ્ત થઇ હતી.

બિહાર વિધાનસભા ચુંટણી ખતમ થઇ ગયા બાદ પરિણામોની રાહ જાેવાઇ રહી છે ખાસકરીને જે પ્રકારપના એકઝીટ પોલ સામે આવ્યા છે ત્યારબાદ રાજકીય પારો ચડેલો છે તો મતગણતરીથી એક દિવસ પહેલા રાજદ નેતા અને મહાગઠબંધન તરફથી મુખ્યમંત્રી પદના ઉમેદવાર તેજસ્વી યાદવનો આજે જન્મ દિવસ હતો તેઓ ૩૧ વર્ષના થયા છે.

એલજેપીના અધ્યક્ષ ચિરાગ પાસવાને તેજસ્વી યાદવને જન્મ દિવસની શુભકામનાઓ આપી છે ત્યારબાદ રાજકીય જગતમાં ગરમાવો આવી ગયો છે પાસવાને તેજસવીને ટ્‌વીટ કરીને અભિનંદન પાઠવ્યા છે તેમણે લખ્યું કે જન્મ દિવસની પુષ્કળ શુભકામનાઓ ઇશ્વરથી પ્રાર્થના કરી છે કે તમે દીધાર્યું થાઓ અને તમારા જીવનને સફળ બનાવવામાં સફળ રહો જાે કે બિહારની જનતા તેજસ્વીને જન્મ દિવસની ભેટ મુખ્યમંત્રી તરીકે આપે છે કે નહીં તેની જાણ તો આવતીકાલે આવનારા પરિણામ પર સાબિત થશે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.