બિહાર વિધાનસભામાં જીત હાંસલ કરનાર ૮૧ ટકા કરોડપતિ ધારાસભ્યો
પટણા, બિહાર વિધાનસભા ચુંટણીમાં જીત હાંસલ કરનાર ધારાસભ્યોમાંથી ૮૧ ટકા કરોડપતિ છે. ચુંટણી અધિકાર સમૂહ એસોસિએશન ફોર ડેમોક્રેટિક રિફોર્મ્સ એડીઆરના એક રિપોર્ટ અનુસાર ૨૪૧ નવા ચુંટણી ધારાસભ્યોના સોગંદનામાનો અભ્યાસ કરવાથી ખબર પડી છે કે ૧૯૪ નવા ધારાસભ્યો કરોડપતિ છે જયારે લગભગ બે તૃત્યાંશ નવા ચુંટાયેલા ધારાસભ્યો પર અપરાધિક મામલા નોંધાયેલા છે એડીઆરના રિપોર્ટ અનુસાર ભાજપના ૭૩માંથી ૬૫ (૮૯ ટકા),રાજદના ૭૪માંથી ૬૪ (૮૭ ટકા),જદયુના ૪૩માંથી ૩૮ ( ૮૮ ટકા) અને કોંગ્રેસના ૧૯માંથી ૧૪ (૭૪ ટકા) ધારાસભ્યોએ એક કરોડથી વધુ સંપત્તિ જાહેર કરી છે. એડીઆર અનુસાર બિહાર વિધાનસભા ૨૦૨૦માં નવા ચુંટાયેલા ધારાસભ્યોની સરેરાશ સંપત્તિ ૪.૩૨ કરોડ રૂપિયા છે. ૨૦૧૫માં ફરી ચુંટાયેલા ધારાસભ્યોની સરેરાશ સંપત્તિ ૩.૧૫ કરોડ હતી જે ૨૦૨૦માં ૬૭ ટકા વધી ૫.૨૬ કરોડ રૂપિયા થઇ ગઇ.વર્ષ ૨૦૧૫ની ચુંટણીમાં જીતેલા ૨૪૩ ધારાસભ્યોમાંથી ૧૬૨ ( ૬૭ ટકા) કરોડપતિ હતા.
૨૪૧ ઉમેદવારોના સોગંદનામા અનુસાર ૧૬૩ (૬૩ ટકા) ઉમેદવારોએ પોતાની વિરૂધ્ધ અપરાધિક મામલા નોંધાયેલા હોવાની જાહેરાત કરી છે.૧૨૩ (૫૧ ટકા) ઘારાસભ્યોએ જણાવ્યું છે કે તેમની વિરૂધ્ધ હત્યા હત્યાનો પ્રયાસ અપહરણ મહિલાઓની વિરૂધ્ધ અપરાધ સહિત ગંભીર કલમોમાં કેસ નોંધાયેલ છે. નવા ચુંટાયેલા નવ ધારાસભ્યોએ જાહેર કર્યું છે કે તેમની વિરૂધ્ધ હત્યા (ભારતીય દંડ સંહિતાની કલમ (૩૦૨ હેઠળ) મામલો દાખલ છે.જયારે આઠ ધારાસભ્યોએ પોતાની વિરૂધ્ધ મહિલાઓની વિરૂધ્ધ અપરાધથી સંબંધિત મામલા હોવાની વાત જાહેરનામામાં કરી છે.
રાજદના ૭૪માંથી ૫૪ (૭૩ ટકા) ઘારાસભ્યોએ પોતાની વિરૂધ્ધ અપરાધિક મામલો દાખલ થવાની જાહેરાત કરી છે. ભાજપના ૬૪ ટકા ધારાસભ્ય સામે મામલા નોંધાયેલા છે. જયારે જદયુના ૨૦ ધારાસભ્યો સામે કેસ નોંધાયા છે. ૮૨ નવા ચુંટાયેલા ધારાસભ્યોએ પોતાની શૈક્ષણિક યોગ્યતા પાંચમીથી લઇ ૧૨મી પાસ બતાવી છે. ૧૪૯ ધારાસભ્યોએ સ્નાતક કે તેનાથી વધુ બતાવી છે. નવ ધારાસભ્યો સાક્ષર છે તો એક ધારાસભ્ય પાસે ડિપ્લોમાં છે. આ વખતે ૨૬ (૧૧ ટકા) મહિલા ઉમેદવારો ચુંટાઇ આવી છે. ૨૦૧૫માં ૨૮ (૧૨ ટકા) મહિલા ધારાસભ્ય બની હતી.HS