બિહાર વિધાનસભામાં ૬૪ સુવર્ણ,૨૦ મુસ્લિમ અને ૩૯ એસએસટી, ઓબીસીના ૧૦૦ સભ્યો પહોંચ્યા
પટણા, ૧૭મી બિહાર વિધાનસભામાં પહોંચનારા ચહેરા જાહેર થઇ ચુકયા છે રાજયની આ ઉચ્ચ પંચાયતના સામાજિક ચહેરા જોઇએ તો તેમાં સામાદિક ન્યાયની ઝલક જાેવા મળે છે. વિવિધ જાતિ વર્ગના પ્રતિનિધિત્વ તો ગૃહમાં જાેવા મળશે જ પરંતુ વર્ચસ્વ પછાતો અને અતિ પછાતોનું રહેશે.જાે કોઇ એક જાતિ પર કેન્દ્રીત કરીએ તો વિધાનસભા પહોંચનારા સૌથી વધુ ૫૪ ચહેરા યાદવ જાતિીના છે જયારે અન્ય પછાત અને અતિ પછાત જાતિઓના ગૃહમાં પહોંચનારાઓની સંખ્યા ૪૬ છે
જાતિ અને રાજનીતિને ચોલી દામનનો સાથે રહ્યાં છે. ખાસ કરીને બિહારમાં તો સામાજિક આધારની ભૂમિકા વધુ ખાસ થઇ જાય છે.
સામાજિત આધાર પર આગામી વિધાનસભામાં ૪૦ ટકાથી વધુ સંખ્યામાં પછાત અને અતિ પછાત જાતિઓના સભ્ય રહેશો યોદવાની વાત કરીએ તો એનડીએથી ૧૪ અને મહાગઠબંધનમાંથી ૪૧ યાદવ છે. જાે કે ગત ચુંટણીની સરખામણીમાં આ સંખ્યા સાત ઓછી છે. જયારે સવર્ણ જાતિના પ્રતિનિધિઓની સંખ્યા ૬૪ હશે તેમાં એનડીએના ૪૫, મહાગઠબંધનના ૧૭ અને લોજપા અને અપક્ષ એક એક છે તેમાં રાજપુત બ્રાહ્મણ ભૂમિહાર કાયસ્થ સામેલ છે.મુસ્લિમ સભ્યોની સંખ્યા ૨૦ છે જેમાં ૧૪ મહાગંઠબધનથી પાંચ એઆઇએમઆઇએમ અને એક બસપાથી જીત્યા છે. ૩૯ દલિત અને મહાદલિત સભ્ય પણ ગૃહમાં પહોંચનારા વૈશ્ય ચહેરાની સંખ્યા ૨૦ છે તેમાંથી ૧૪ એનડીએથી છે
બિહાર વિધાનસભામાં જાતિવાર સ્થિતિ જાેઇએ તો યાદવ ૫૪, મુસ્લિમ ૨૦,સવર્ણ ૬૪, પછાત અતિ પછાત ૪૫,વૈશ્ય ૨૦ દલિત ૩૯ છે જેમાં ભાજપમાંથી યાદવ સાત,ભૂમિહાર આઠ, રાજપુત ૧૭ પંડિત ૫,કાયસ્થ ૩,ઇબીસી ૪,વૈશ્ય ૧૪ કુર્મી કુશવાહા ૬ અને એસસીએસટી ૧૦ છે.HS