બીઆર ચોપરાએ અઠવાડિયામાં ૨ લાખ રૂપિયાના નુકસાન સાથે મહાભારત બનાવ્યું હતું

રવિ ચોપરાએ એક તબક્કે શો કરવાની પણ ના પાડી દીધી હતી
રેણુ ચોપરાએ કહ્યું, ‘પહેલા બે દિવસના એપિસોડ પછી, જે કંપની અમને ફાઇનાન્સ કરી રહી હતી
મુંબઈ, મહાભારત ચાહકોને ખૂબ જ ગમ્યું. આ શોના દરેક પાત્ર ચર્ચામાં હતા. પણ અહી જાણવું રસપ્રદ થઈ પડશે કે મહાભારત બનાવવામાં નુકસાન થયું હતું.બીઆર ચોપરાએ અઠવાડિયામાં ૨ લાખ રૂપિયાના નુકસાન સાથે મહાભારત બનાવ્યું, નિર્માતા રેણુ ચોપરાએ ચોંકાવનારી વિગતો જાહેર કરી હતી જેમાં જણાવ્યું કે મહાભારત દર અઠવાડિયે ૨ લાખ રૂપિયાના નુકસાન સાથે બનાવવામાં આવ્યું હતું,જેના લીધે રવિ ચોપરા નારાજ થયા અને શો કરવાનો ઇનકાર કર્યાે, મહાભારત ટીવી પરના ઐતિહાસિક શોમાંથી એક છે. આ શો ૧૯૮૮ થી ૧૯૯૦ સુધી ચાલ્યો હતો.
બીઆર ચોપરાના પુત્ર રવિ ચોપરાએ આ શોનું દિગ્દર્શન કર્યું હતું અને બીઆર ચોપરાએ તેનું નિર્માણ કર્યું હતું. આ શોમાં નીતિશ ભારદ્વાજે શ્રી કૃષ્ણની ભૂમિકા ભજવી હતી. મુકેશ ખન્નાએ ભીષ્મ પિતામહનું પાત્ર ભજવ્યું હતું. રૂપા ગાંગુલીએ દ્રૌપદીની ભૂમિકા ભજવી હતી. આ શો ખૂબ જ પસંદ આવ્યો.હવે રવિ ચોપરાની પત્ની રેણુ ચોપરાએ મહાભારત વિશે વાત કરી છે. તેમણે કહ્યું કે દ્રૌપદીના રોલ માટે રૂપા પહેલી પસંદ નહોતી. આ ભૂમિકા માટે અભિનેત્રી જુહી ચાવલાને સાઇન કરવામાં આવી હતી. પરંતુ જ્યારે જુહી આ શો કરી શકી નહીં, ત્યારે રૂપાને સાઇન કરવામાં આવી. આ ઉપરાંત રેણુએ જણાવ્યું કે મહાભારત બનાવતી વખતે તેને નુકસાનનો સામનો કરવો પડ્યો હતો.રેણુ ચોપરાએ કહ્યું, ‘પહેલા બે દિવસના એપિસોડ પછી, જે કંપની અમને ફાઇનાન્સ કરી રહી હતી તે અમને ૬ લાખ રૂપિયા આપી રહી હતી.’ અને પહેલા એપિસોડમાં જ ૭-૮ કરોડ રૂપિયા ખર્ચાયા હતા.
તો રવિ તેના પિતા પાસે ગયો અને કહ્યું કે હવે હું આવું કરી શકતો નથી. હું ગમે તેટલી કોશિશ કરું, પણ ૬ લાખ રૂપિયામાં નહીં બને. તો તેણે કહ્યું કે તમે જે બનાવી રહ્યા છો તેનાથી ખુશ છો? તેણે હા પાડી. તો બી.આર. ચોપરાએ કહ્યું, પૂરા દિલથી કરો, પૈસાની ચિંતા ના કરો, પૈસા પછી આવશે.રેણુ ચોપરાએ આગળ કહ્યું, ‘તો ખરેખર જ્યારે અમે તે બનાવી રહ્યા હતા, ત્યારે અમને દર અઠવાડિયે ૨ લાખ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું હતું.’ પછી ધીમે ધીમે પરિસ્થિતિ સુધરતી ગઈ.SS1