બીએમસી દ્વારા રોજના ચાર હજાર કોરોનાના ટેસ્ટ કરાશે
મુંબઈ, ૧૦૮ કોર્પોરેશનનો સ્ટાફ અને ૫૨ પોલીસકર્મીઓએ મુંબઈમાં કોરોના વાયરસના કારણે જીવ ગુમાવ્યો છે. આ સાથે જ આજથી શહેરના ૪૦૦૦ સિવિક કર્મચારીઓ અને પોલીસ જવાનોના છે જેમાંના દરરોજ રેપિડ એન્ટીજન ટેસ્ટિંગ કિટ્સ દ્વારા ટેસ્ટ કરવામાં આવશે. શહેરમાં ફેલાયેલી કોરોના વાયરસની મહામારી સામે બીએમસીના ફ્રન્ટલાઈન પર લડી રહેલા કર્મચારીઓની સંખ્યા ઘણી મોટી છે. જેમાં લગભગ ૨,૨૫૦ સિવિક સ્ટાફ અને ૨૦૦૦ કરતા વધારે પોલીસ જવાનો છે જેઓ પણ વાયરસ સામે લડી રહેલા શહેરને મદદરુપ થઈ રહ્યા છે. કોરોના વાયરસના કારણે બીએમસીના ૧૦૮ કર્મચારીઓ જેમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને આસિસ્ટન્ટ કમિશન અને ૫૨ પોલીસકર્મીઓ છે જેમણે જીવ ગુમાવ્યા છે.
સ્વાસ્થ્ય વિભાગના એડિશનલ મ્યુનિસિપલ કમિશનર સુરેશ કાકાની જણાવે છે કે, ટેસ્ટિંગ ડ્રાઈવમાં સેનિટાઈઝેશન, સ્વાસ્થ્ય વિભાગ અને હોસ્પિટલ સ્ટાફનો પણ સમાવેશ કરવામાં આવશે. સફાઈ કર્મચારીઓની તપાસ તેમની ચોકી પર તેમની શિફ્ટ શરુ થતા પહેલા કે પછી કરવામાં આવશે. એક વોર્ડમાં આવી ૧૦ ચોકી હોય છે. જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ (એડમિનિસ્ટ્રેશન) નવલ બજાજ જણાવે છે કે, જે પોલીસકર્મીઓની ઉંમર ૪૪-૫૫ વર્ષ છે તેમની તપાસ પહેલા કરાશે. જેમની ઉંમર ૪૫ કરતા ઓછી છે અને અન્ય બીમારીઓથી પીડાય છે તેમની બીજા નંબરે તપાસ કરાશે. એક સમયે બે પોલીસ સ્ટેશનના સ્ટાફની તપાસ કરવામાં આવશે. દરેક આસિસ્ટન્સ પોલીસ કમિશન કોર્ડિનેટર રહેશે. એકવાર આ પોલીસકર્મીઓની તપાસ થઈ જાય તે પછી લાઈટ આર્મ ડિવિઝન અને અન્ય વિભાગોની તપાસ કરવામાં આવશે. એક પોલીસ ઈન્સ્પેક્ટરે જણાવ્યું કે, જે લોકો પોતાની ડ્યુટીની વ્યસ્તતાના કારણે ટેસ્ટ માટે નથી જઈ શકતા તેમને ફાયદો થશે.
બીએમસી એન્જિનિયર એસોસિએશનના અધ્યક્ષ સાંઈનાથ રાજાધ્યક્ષે જણાવ્યું છે કે, આ ડ્રાઈવ ઝડપથી શરુ કરવાની છે. અમારી વચ્ચે રહેલા કોરોનાને શોધવા માગીએ છીએ, હવે વધારે લોકોના જીવ ગુમાવવા નથી માગતા. મ્યુનિસિપલ મજૂર યુનિયનના સુખદેવ કાશિદે અગાઉ કર્મચારીઓના ફરજિયાત ટેસ્ટની માંગ કરી રહ્યા હતા અને તેમણે આ નિર્ણયનું સ્વાગત કર્યું. કર્મચારીઓના ટેસ્ટ બીએમસીની અને ૬ ખાનગી લેબમાં તપાસ માટે મોકલાશે.