બીએસએફે છ પાકિસ્તાની જવાનોને ઝડપી પાડયા

પ્રતિકાત્મક
અમૃતસર, સીમા સુરક્ષા દળો પંજાબમાં ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સીમા પર આવેલ વિસ્તારમાંથી છ પાકિસ્તની યુવકોને ઝડપી પાડયા હતાં સત્તાવાર સુત્રોએ આ માહિતી આપતા કહ્યું કે ધરપકડ કરવામાં આવેલ તમામ લોકોની ઉમર ૨૦થી ૨૧ વર્ષની વચ્ચે છે તેમાં ગઇકાલે સાંજે અમૃતસરની સીમાવર્તી વિસ્તારમાંથી ઝડપવામાં આવ્યા હતાં.
છ યુવકોની હાલ સુરક્ષા અને ગુપ્તચર એજન્સીઓની સંયુકત ટીમ પુછપરછ કરી રહી છે જેથી તે જાણી શકાય કે તે અજાણતા આવ્યા હતાં કે કોઇ ખોટા ઇરાદે સીમા પાર કરીને પહોંચ્યા હતં. બીએસએફના મહાનિરીક્ષક એન એસ જમવાલે જમ્મુ કાશ્મીરના ઉપ રાજયપાલ મનોજ સિન્હાની મુલાકાત કરી અને તેમને આંતરરાષ્રીય સીમા પર સુરક્ષાની સ્થિતિથી માહિતગાર કરાવ્યા હતાં. અધિકારીઓએ કહ્યું કે સીમાઇ વિસ્તારથી જાેડાયેલ મુદ્દા અને સુચેતગઢ અને ચામિલિયાલને પર્યટક ક્ષેત્રના રૂપમાં વિકસિત કરવા પર પણ ચર્ચા થઇ હતી તેમણે કહ્યું કે જમવાલે લોકોના
લાભ માટે બીએસએફી ચોકીઓ અને આંતરરાષ્ટ્રીય સીમાથી લાગેલ વિસ્તારો માટે સડક સંપર્ક હોવાની વાત પણ કહી હતી.
અધિકારીઓએ કહ્યું કે તેમણે સિન્હાને સ્થાનિક લોકો અને બીએસએફના જવાનોથી વાતચીત કરવા માટે સીમા વિસ્તારોની યાત્રા કરવાનું પણ આમંત્રણ આપ્યું હતું.HS