બીકીની ફોટોઝ શેર કરી પ્રિયંકાએ લગાવી ઇન્ટરનેટ પર આગ
સ્વિમિંગ પુલમાં દેશી ગર્લનો હોટ અંદાજ
કેટલાક યુઝર્સ ફની કોમેન્ટ પણ કરી રહ્યા છે, એકે લખ્યું, શું આ એ જ કેન્ટ વોટર છે, જેને હેમા માલિની પ્રમોટ કરે છે.
મુંબઈ, બોલિવૂડની દેશી ગર્લ પ્રિયંકા ચોપરાએ હાલમાં જ સોશિયલ મીડિયા પર પોતાની બિકીની તસવીરો શેર કરીને ખળભળાટ મચાવી દીધો છે. પ્રિયંકા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને દરરોજ તેની તસવીરો ફેન્સ સાથે શેર કરે છે. પ્રિયંકાની દરેક પોસ્ટની ચાહકો આતુરતાથી રાહ જાેતા હોય છે. ફરી એકવાર પ્રિયંકા ચોપરા તેના બિકીની લુકથી ચાહકોના દિલો જીતી લીધા છે.
હાલમાં જ પ્રિયંકા ચોપરાએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે પૂલમાં બિકીની પહેરીને બોલ્ડ પોઝ આપતી જાેવા મળી રહી છે. પ્રિયંકા ચોપડા યલો સ્વિમસૂટમાં પુલની અંદર પોતાની અદાઓથી જલવો વિખેરી રહી છે. પહેલી તસવીરમાં તે માથું ઊંચું રાખી સનબાથ લેતી નજરે પડી રહી છે. જ્યારે બીજી તસવીરમાં તે ખિલખિલાટ હસી રહી છે.
આ તસવીરો શેર કરી પ્રિયંકાએ કેપ્શન આપ્યું છે કે, “ઇન્સ્ટાગ્રામ દૃજ રીયાલિટી. પોતાની પત્ની પ્રિયંકા ચોપરાની આ તસવીરો જાેઈને તેનો પતિ નિક જાેનાસ પણ પોતાની કમેન્ટ કરતા રોકી શક્યો નહીં અને તેણે કમેન્ટ કર્યું ‘ડૅમ’. આ કોમેન્ટ સાથે તેણે ફાયર ઈમોજી પણ મુક્યું છે. પ્રિયંકાની આ તસવીરો પર ૮ લાખથી વધુ લાઈક્સ આવી ચૂક્યા છે. સાથે જ તેના એક ફેન્સે લખ્યું કે, મારી ક્વિનને આટલું શાનદાર જીવન માણતી જાેઈને હું ખુશ છું. જ્યારે અન્ય એક ફેને લખ્યું, ‘ઇન્સ્ટાગ્રામ કરતાં વાસ્તવિકતા ઘણી સારી છે’. કેટલાક યુઝર્સ ફની કોમેન્ટ પણ કરી રહ્યા છે.
એકે લખ્યું, ‘શું આ એ જ કેન્ટ વોટર છે, જેને હેમા માલિની પ્રમોટ કરે છે. નિકે પત્નીના જન્મદિવસને બનાવ્યો ખાસ – તમને જણાવી દઈએ કે વર્ષ ૨૦૧૮માં નિક જાેનાસે પ્રિયંકા ચોપરાને ગ્રીસ ટ્રીપ પર પ્રપોઝ કર્યું હતું. જે બાદ આ લવ સ્ટોરી શરૂ થઈ હતી. બીજી તરફ, નિકે પ્રિયંકાના જન્મદિવસના અવસરને ખૂબ જ ખાસ બનાવ્યો છે. અભિનેત્રીએ તેના ચાહકો માટે તેના જન્મદિવસની ઉજવણીની ઘણી તસવીરો શેર કરી છે. જેને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. તેના જન્મદિવસના બીજા દિવસે પ્રિયંકાએ તેના તમામ ચાહકોનો આભાર માન્યો હતો. સરોગસીથી બની માતા – તમને જણાવી દઈએ કે પ્રિયંકા ચોપરા અને નિક જાેનાસના જીવનમાં એક સુંદર બાળકી આવી છે. જેનું નામ તેણે માલતી મેરી ચોપરા જાેનાસ રાખ્યું છે.sss