બીકેટી ટાયર્સે તામિલનાડુ પ્રીમિયર લીગ 2019 સાથે જોડાણ કર્યું
- તામિલનાડુ ક્રિકેટ એસોસિએશન (TNCA) દ્વારા આ આયોજિત લોકપ્રિય લીગ નવી પેઢીના ક્રિકેટ સુપરસ્ટાર્સ શોધવા માટે આદર્શ પ્લેટફોર્મ સાબિત થશે
- બીકેટી ભારત અને વિશ્વમાં મોટી સ્પોર્ટિંગ લીગ્સમાં રોકાણ માટે નવી ભારતીય બ્રાન્ડ બ્રાન્ડ તરીકે ઊભરી
ચેન્નાઇ, 17 જુલાઇ 2019: ઓફ-હાઇવે ટાયર્સની ભારતની અગ્રણી ઉત્પાદક બાલક્રિશ્ના ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (બીકેટી)એ એસોસિએટ સ્પોન્સર તરીકે સંકર સિમેન્ટ્સ તામિલનાડુ પ્રીમિયર લીગ (TNPL) સાથે જોડાણ કર્યું છે. TNPL 19 જુલાઇ, 2019નાં રોજ તેની ચોથી આવૃત્તિ શરૂ કરશે. એસોસિએટ સ્પોન્સર તરીકે ટીએનપીએલ સાથે બીકેટીની ભાગીદારી પ્રમોશન અને બ્રાન્ડિંગ સહિતનાં અનેક ક્ષેત્રોમાં રહેશે. TNPLની ચોથી આવૃત્તિ ડિંડિગુલ ખાતે હાથ ધરવામાં આવશે, જેમાં ભૂતપુર્વ ચેમ્પિયન્સ ચેપોક સુપર ગિલીસ ગયા વર્ષના ફાઇનલિસ્ટ્સ ડિંડિગુલ ડ્રેગોન્સનો સામનો કરશે.
પોતાના કેમ્પેનમાં બીકેટી ટુર્નામેન્ટ ખાતે સઘન બ્રાન્ડિંગ કરશે, જેમાં પિચ મેટ્સ, એલડી બોર્ડમાં હાજરી અને ઇન્ટરવ્યુ તથા પ્રેસ કોન્ફરન્સની પૃષ્ઠભૂમિનો સમાવેશ થાય છે. બીકેટી લોગો ટીએનપીએલ દ્વારા હાથ ધરવામાં આવનારી તમામ જાહેરાતોમાં દેખાશે, જેમાં ટીએનપીએલના હોર્ડિંગ્સનો પણ સમાવેશ થાય છે. આ હોર્ડિંગ્સ સમગ્ર તામિલનાડુમાં લગાવવામાં આવશે. બીકેટી લોકલ એક્ટિવેશન્સ દ્વારા તમામ રમત સ્થળોએ જવા માટે તેના સમુદાયને પ્રોત્સાહિત પણ કરશે.
આ ભાગીદારી અંગે પોતાનો અભિપ્રાય આપતા બાલક્રિશ્ના ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (BKT)ના મેનેજિંગ ડિરેક્ટર રાજીવ પોદ્દારે જણાવ્યું હતું કે, “બીકેટી બ્રાન્ડ દેશની સૌથી પ્રશંસાપાત્ર અને સમર્થન ધરાવતી ક્રિકેટ લીગ સાથે સત્તાવાર રીતે જોડાતા ખુશી અને ગૌરવ અનુભવે છે. દેશમાં અનેક ધર્મ છે પણ એમ કહેવાય છે કે તેમને જોડવાનું કામ અન્ય કોઇ પણ ધર્મ કરતાં ક્રિકેટ વધુ સારી રીતે કરી શકે છે. ટીએનપીએલ તેના પ્રથમ વર્ષથી જ સફળ રહી છે અને તેણે દેશમાં ભાવિ સુપરસ્ટાર બનાવવા માટે યુવા પ્રતિભાનું સંવર્ધન અને પ્રોત્સાહિત કરવા વચન આપ્યું છે. ભાવિ ચેમ્પિયન્સ નિર્મિત કરવા માટે અમે આ મુસાફરીમાં તેમની સાથે જોડાવા માટે આતુર છીએ.”
ટીએનસીએના જોઇન્ટ સેક્રેટરી આર આઇ પલાનીએ જણાવ્યું હતું કે, “ટીએનપીએલની ચોથી આવૃત્તિના એસોસિએટ સ્પોન્સર તરીકે બીકેટીને સામેલ કરતા અમે ખુશી અનુભવીએ છીએ. આ જોડાણ લીગને આગામી સ્તર સુધી લઇ જશે. તેઓ ઓફ-હાઇવે ટાયર સેગમેન્ટમાં ટ્રેન્ડસેટર અને દેશમાં અગ્રણી બ્રાન્ડ છે અને અમે અમારા વફાદાર અને ઉત્સાહી પ્રશંસકોને યાદગાર મુસાફરી કરાવવાનો ઇરાદો ધરાવીએ છીએ. અમને ખાતરી છે કે બીકેટી ટીએનપીએલને ઊંચું મૂલ્ય પુરું પાડશે અને અમે આ જોડાણ માટે આશાવાદી છીએ.”
પોદ્દારે ઉમેર્યું હતું કે, “આ ભાગીદારી અમારા અંતિમ વપરાશકારની નજીક રહેવાની અને ભારતમાં અમારી બ્રાન્ડ જાગૃતિ વધારવાના લાંબા ગાળાના વ્યૂહનો ભાગ છે. એસોસિએટે સ્પોન્સર તરીકે બીકેટીના આવવાથી દર્શકોને ઓફ-હાઇવેથી ટ્રેક્ટર ટાયર્સ સુધીના અમારા મોબિલિટી સોલ્યુશન્સ સરળતાથી ઉપલબ્ધ થઇ શકશે.”
આ ટુર્નામેન્ટમાં 19 જુલાઇથી 15 ઓગસ્ટ દરમિયાન 32 મેચો રમાડવામાં આવશે. ડિંડીગુલ અને તિરુનેલવેલી દરેક સ્થળે 15 મેચ રમાશે, જ્યારે ફાઈનલ સહિતની બાકીની બે મેચો ચેન્નાઇમાં રમાશે. આ ટુર્નામેન્ટમાં સાત ડબલ-હેડર્સ રમાશે, જેમાં પ્રથમ અને બીજી મેચ અનુક્રમે સાંજે 3-15 અને 7-15 કલાકે શરૂ થશે.
ક્રિકેટ, ફુટબોલ કે મોન્સ્ટર જામ ખાતે અદભૂત સ્ટંટ હોય, બીકેટીએ હંમેશા રમતની સાથે રહી છે કારણ કે તે સાચા અર્થમાં તેની કોર્પોરેટ ફિલોસોફી, ધ્યેય હાંસલ કરવાની ખુશી, નવા રેકોર્ડ કરવાની ક્ષમતા પ્રદર્શિત કરે છે. બીકેટી વિશ્વભરમાં અનેક રમતને સપોર્ટ કરે છે અને તેને અનુસરે છે. આ રમતની પસંદગી યુઝરની વધુ નજીક જવાના અને બ્રાન્ડ અવેરનેસ વધારવાના હેતુથી ઘડવામાં આવેલા વ્યૂહ પર આધારિત છે.
આ સ્કીમના ભાગરૂપે સપ્ટેમ્બર 2018માં પેરિસ ખાતે બીકેટી અને લીગ દ ફુટબોલ પ્રોફેશનલ વચ્ચે સ્પોન્સરશીપ એગ્રીમેન્ટ કરવામાં આવ્યો હતો. બીકેટીએ કુપ દ લા લીગ માટે ટાઇટલ સ્પોન્સરની ભૂમિકા ભજવી હતી, જેનું નામ બદલીને કુપ દ લા લીગ બીકેટી કરવામાં આવ્યું હતું.