‘બીજાની ભૂલ કાઢવા હૃદય જાેઈએ અને પોતાની ભૂલ સ્વીકારવા માટે આત્મા જાેઈએ’!
ન્યાયતંત્રની ગરિમા જાળવવા અને વકીલાતની વ્યવસાયિક પવિત્રતા જાળવવા સુપ્રીમકોર્ટના આકરા વલણ બાદ ગુજરાત બાર કાઉન્સિલ જાગશે?!
તસવીર ભારતની સુપ્રીમકોર્ટની છે જ્યારે ડાબી બાજુ ની તસ્વીર ભારતની સુપ્રીમકોર્ટના જસ્ટિસ ધનંજયભાઈ ચંદ્રચુડની છે જ્યારે બીજી તસવીર સુપ્રીમકોર્ટના જસ્ટિસ શ્રી એલ.નાગેશ્વર રાવ જસ્ટીસ શ્રી બી.આર.ગવાઈ અને જસ્ટીસ શ્રી એ.એસ બોપન્નાની છે
આ ન્યાયધીશો પૈકી જસ્ટીસ શ્રી ડી.વાય.ચંદ્રચુડે મદ્રાસ હાઈકોર્ટે એક વકીલને ૧૫ દિવસની સજા ફટકારી હતી જે ને પડકારતા જસ્ટીસ શ્રી ધનંજયભાઈ ચંદ્રચુડે મદ્રાસ હાઈકોર્ટે કરેલી ૧૫ દિવસની સજા કાયમ રાખી હતી અને ન્યાયાધીશોને ધમકી આપતા વકીલને થયેલી સજા ઓછી હોવાનું તારણ આપ્યું હતું?!
પરંતુ ન્યાયાધીશો સાથે ગેરવર્તન કરનારને સજા થતાં બીજા વકીલોને બોધપાઠ મળશે અને વકીલો જેલમાં જશે તે વકીલાતનો વ્યવસાય બંધ પડશે! વકીલોએ કાયદાના શાસન થી ઉપર નથી જસ્ટીસ શ્રી ડી.વાય.ચંદ્રચુડે ન્યાયાધીશોની સુરક્ષા વધારવા પર પણ ભાર મૂક્યો છે
જયારે સુપ્રીમ કોર્ટના જસ્ટીસ શ્રી એલ.નાગેશ્વર રાવ, જસ્ટીસ શ્રી બી.આર ગવાઈ અને જસ્ટીસ શ્રી એ.એસ.બોપન્નાની ખંડપીઠે સુપ્રીમકોર્ટમાં એડવોકેટ અનુરાગ સકસેના તથા એક અન્ય અરજી પર સુનાવણી દરમિયાન અદાલતે ગુણ દોષના આધાર પર દાખલ કરાયેલી અરજી ફગાવી દેવા છતાં પોતાની દલીલો ચાલુ રાખતા તેને અટકી જવા સંકેત આપ્યા હતા
છતાં વકીલ સાહેબે ચાલુ રાખતા આખરે આ વકીલને ૫૦ હજારનો દંડ સુપ્રીમકોર્ટે ફટકારવો પડ્યો હતો! આ જ રીતે દિલ્હીમાં પોલીસ ખાતાએ ગુનેગારોની યાદી સાથે આરોપીના બચાવ પક્ષના વકીલ ની ટૂંકી હકીકત જાહેર કરવાનો ર્નિણય કરતાં આ મુદ્દો પણ ચર્ચાનો વિષય બન્યો છે!
જેને દિલ્હી હાઇકોર્ટમાં પડકારતા દિલ્હી હાઈકોર્ટે એવો દિશા નિર્દેશ આપ્યો છે કે આરોપીની ગુપ્ત માહિતી જાહેર ન કરી શકાય તે એક ગુપ્ત દસ્તાવેજ મનાય છે જેની વિગત સીમિત રાખી શકાય અને આની સાથે વકીલનું નામ અને મોબાઈલ નંબર જેટલી જાણકારી રાખવાથી કોઈ અધિકારનો ભંગ થતો નથી પરંતુ કોઈપણ વકીલને તેનાથી અપરાધીઓના કેસ લડતા રોકી ન શકાય એવું મહત્વનો રૂલિંગ આપ્યું છે!
ગુજરાત હાઇકોર્ટમાં વકીલો અને મહિલા પીએસઆઇ વચ્ચે નો કેસ ગુજરાત હાઇકોર્ટમાં પેન્ડિંગ છે અને ફોજદારી કોર્ટ બાર ના પ્રમુખ શ્રી ભરતભાઈ શાહે હાઇકોર્ટમાં કવોશિંગ પિટિશન દાખલ કરી હોવાનું મનાય છે ત્યારે જૂનમાં હાઇકોર્ટ નું વેકેશન પૂર્ણ થતા કેસ આગળ ચાલતાં હાઇકોર્ટ શું ર્નિણય કરે છે તેની પર સૌની મીટ છે. (તસવીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા ઝેબા દ્વારા)
સુપ્રીમકોર્ટના જસ્ટિસ ધનંજયભાઈ ચંદ્રચુડ, જસ્ટીસ એલ નાગેશ્વર રાવ, જસ્ટીસ બી.આર ગવાઈ અને જસ્ટીસ એ.એસ બોપન્નાએ વકીલોને સજા કરી?!
ઓસ્કાર વાઈલ્ડ નામના વિચારકે સરસ કહ્યું છે કે ‘‘બીજાની ભૂલ કાઢવા માટે હૃદય જાેઈએ અને પોતાની ભૂલ સ્વીકારવા માટે ‘આત્મા’ જાેઈએ’’!! અમેરિકાના ઉદ્યોગપતિ રોલ્દન એદ્લ્સને કહ્યું છે કે ‘’મારી સફળતાનો મંત્ર એ છે કે યોગ્ય સમયે યોગ્ય ર્નિણય લો’’!!
આજકાલ કેટલાક વકીલો પોતાના વ્યવસાયની ગરમીમાં પવિત્રતા અને વિવેક નથી જાળવતા તેના પડઘા અદાલતમાં પડતા જાેવા મળે છે. આ અંગે ખરેખર તો જે વકીલો વિરુદ્ધ કોર્ટો પગલાં લે અને અદાલતના ન્યાયાધીશોની બિનશરતી માફી માગી હોય કે પછી કોઈ ગુનાહિત કેસમાં એફઆઇઆર થઈ હોય તેની એક યાદી ગુજરાત હાઇકોર્ટમાં અને એક યાદી ગુજરાત બાર કાઉન્સિલ માં રાખવી જાેઈએ કારણ કે વારંવાર કોઈ વકીલ વ્યવસાયિક ગરિમા ચુકે તો તેમને એવી પ્રવૃત્તિ માંથી બે દખલ કરી શકાય?!