Western Times News

Gujarati News

બીજા અઠવાડિયામાં એટીએમ અને બેન્કિંગ સેવાઓ સતત ૫ દિવસ માટે બંધ રહેશે

નવીદિલ્હી, ગયા અઠવાડિયે, ૩૧ જાન્યુઆરી અને ૧ ફેબ્રુઆરીએ, બે દિવસની હડતાલ પછી જાહેર ક્ષેત્રની બેંકના કર્મચારીઓ હવે ફરી એકવાર બેંક પર હડતાળ કરી શકે છે. જો સરકારી કર્મચારીઓ આવતા અઠવાડિયે આ હડતાલ કરવામાં સફળ રહેશે તો માર્ચના બીજા અઠવાડિયામાં એટીએમઅને બેન્કિંગ સેવાઓ સતત ૫ દિવસ માટે અસર થઇ શકે છે જોકે, સમાન્ય વ્યક્તિને રોકડની કમીને લઇને બેન્કિંગ સેવાઓને લઇને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.

બેન્ક એમ્પલોય ફેડરેશન ઓફ ઇન્ડિયા અને ઓલ ઇન્ડિયા બેન્ક એમ્પલોય એસોસિએશન મુજબ ૧૧ માર્ચથી ૧૩ માર્ચથી સુધી સતત ૩ દિવસ માટે બેન્ક હડતાળ હોય શકે છે. જોકે, બેન્ક કર્મચારીઓના પગાર વધારાની માંગને લઇને ઇન્ડિયા બેન્ક એસોસિએશનની સાથે ચર્ચા સફળ રહી નથી.

આ હડતાળ મહીનાના બીજા શનિવારથી પહેલા આયોજિત કરવામાં આવશે. એવામાં રવિવાર મળીને સતત ૫ દિવસ બેન્કોની સેવા બંધ રહેશે. જણાવી દઇએકે દર મહિનાના બીજા શનિવારે બેન્કોની રજા રહે છે. જોકે, આ હડતાળથી આઇસીઆઇસી બેન્ક અને એચડીએફસી બેન્ક જેવી પ્રાઇવેટ બેન્કોના કામકાજ પર કોઇ અસર પડવાની અસર ન પડવાની સંભાવના છે.

જો સરકારી બેન્કોમાં આ હડતાળ થાય છે તો આ વર્ષ ત્રીજી તક હશે જ્યારે બેન્કિંગ સેવાઓ પ્રભાવિત હશે. તે પહેલા ૮ જાન્યુઆરીએ સરકારની નીતિઓને લઇને યુનિયનોએ ભારત બંધ આહવાન કર્યું હતું. બેન્કો યુનિયાને એવી પણ જાહેરાત કરી છે કે જો સરકાર તેમની માંગ નથી માનતી તો ૧ એપ્રિલથી તે અનિશ્ચિત કાળની હડતાળ પર જશે.સરકારી બેન્ક કર્મચારીઓની માંગ છે કે દર ૫ વર્ષ બાદ તેમના વેતનને રિવાઇજ કરે આ સહમતિ યુનિયન લીડર્સ અને બેન્ક પ્રબંધનથી ઘણી બેઠકો બાદ બની છે. બેન્ક કર્મચારીઓની સેલરીને અંતિમ વખત ૨૦૧૨માં રિવાઇઝ કરવામાં આવી હતી. વર્ષ ૨૦૧૭થી અત્યાર સુધી તેને રિવાઇઝ કરવામાં આવશે નહીં.

બેન્ક યુનિયનો દર બીજા શનિવારની રજાના પણ વિરોધમાં છે. જોકે, ઇન્ડિયન બેન્ક એસોસિએશને ૫ દિવસીય કાર્ય સપ્તાહના પ્રસ્તાવને ફગાવી દીધો. તેમનું કહેવું છે કે ભારતમાં પહેલાથી જ પબ્લિક રજાઓ વધારે છે. એવામાં દર શનિવારે અને રવિવારે બેન્કોની રજાથી સામાન્ય લોકોને મુશ્કેલી થઇ શકે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.