Western Times News

Gujarati News

બીજા દેશોના સામાન પર ભારે ટેકસ લાદવો યોગ્ય નથી: રધુરામ રાજન

નવીદિલ્હી, આરબીઆઇના પૂર્વ ગવર્નર રધુરામ રાજને સરકારના આત્મનિર્ભર ભારત યોજના હેઠળ આયાત પ્રતિસ્થાપનને પ્રાધાન્ય આપવા માટે સાવધાન કર્યા હતાં તેમણે કહ્યું કે દેશમાં પહેલા પણ આ રીતના પ્રયાસો થઇ ચુકયા છે પણ આપણે સફળ નથી રહ્યાં રાજને કહ્યું કે જાે તેમાં આત્મનિર્ભરક ભારતની વાત પર જાેર આપવામાં આવે તો ટેરિફ લગાવીને આયાતનું ફેરબદલ તૈયાર કરવામાં આવશે તો મારૂ કહેવુ છે કે આ તે રસ્તો છે જેને પહેલા અમે પણ પ્રચારમાં કરી ચુકયા છીએ પણ અસફળ રહ્યાં છે.આ રસ્તા પર આગળ વધવાને લઇને હું સાવધાન કરવા માંગુ છું.

રાજને ભારતીય વિદ્યા ભવનના એસ પી જૈન ઇન્ડિટયુટ ઓફ મેનેજમેન્ટ એન્ડ રિસર્ચ સેન્ટર ફોર ફાઇનેંસિયલ સ્ટડીઝ દ્વારા આયોજીત એક વેબિનારને સંબોધિત કરતા આ વાત કહી હતી તેમણે કહ્યું કે દેશના નિર્યાતકોને પોતાના નિર્યાતને સસ્તો રાખવા માટે આયાત કરવાની જરૂર હોય છે જેથી તે આ આયાત કરેલા માલને ઉપયોગ કરીને નિર્યાતમાં થઇ શકે
ચીન પણ અનેક દેશોથી આયાત કરે છે રાજને સ્પષ્ટ કર્યું કે ચીન એક નિર્યાત તાકાતની રીતે ઉભરી રહ્યો છે તે બહારથી વિભિન્ન સામાનોની આયાત કરીને તેને એસેમ્બલ કરે છે અને પછી તેને નિર્યાત કરે છે નિર્યાત માટે તમારે આયાત કરવી પડે છે.ઉચા ભાવે ના લગાવો પણ ભારતમાં ઉત્પાદન માટે સારો પરિવેશ તૈયાર કરો.

રાજને કહ્યું કે સરકાર દ્વારા લક્ષિત ખર્ચ લાંબા ગાળે ફળદાયી થઇ શકે છે હું માનુ છું કે આખા ખર્ચની દેખરેખ પર નજર રાખવી જાેઇએ અને સાવધાન રહેવું જાેઇએ આ ખુલ્લી ચેક બુક આપવાનો સમય નથી પરંતુ આવા સંજાેગોમાં કોઇ પણ લક્ષ્ય પર કરવામાં આવતા ખર્ચ બુધ્ધિ અને સાવધાનીથી કરવામાં આવે છે તેથી તે તમને વધુ સારા પરિણામો આપી શકે છે.

આરબીઆઇના પૂર્વ ગવર્નરે કહ્યું કે વાસ્તવિક સમસ્યાને ઓળખીને સુધારા તરફ આગળ વધવું યોગ્ય છે પરંતુ આ પ્રક્રિયામાં તમામ પક્ષોની સંમતિ જરૂરી છે લોકો વિવેચકો વિરોધી પક્ષો પાસે કેટલાક સારા સુચનો હોઇ શકે છે જાે તમે તેમની વચ્ચે વધુ સહમતિ કરો છે તો તમારા સુધારાઓ વધુ અસરકારક રીતે લાગુ કરવામાં આવશે હું એમ નથી કહેતો કે લાંબા સમય સુધી મુદ્દાઓની ચર્ચા થવી જાેઇએ પરંતુ લોકશાહીમાં સર્વસંમતિ બને તે મહત્વનું છે.

રાજને કહ્યું કે માળખાકીય સુવિધાઓના વિકાસમાં સૌથી મોટો અવરોધ જમીન સંપાદન છે તેમાં કેટલાક ટેકનીકલ પરિવર્તનની જરૂર છે ત્યાં વધુ સારા રેકોર્ડ અને જમીનની સ્પષ્ટ માલિકી હોવી જાેઇએ કેટલાક રાજયોએ આ દિશામાં પહેલ કરી છે પરંતુ આપણે તેને દેશભરમાં કરવાની જરૂર છે.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.