બીજા લગ્ન કરવા માંગતા પિતાને દીકરીએ રૂમમાં પુરી દીધા
વકીલે પત્ની અને પ્રેમ બંને ને રાખવા કહેતા અભયામની ટિમ બોલાવવી પફી
અમદાવાદ: શહેરમાં એક અજીબ કિસ્સો સામે આવ્યો છે. જેમાં ત્રણ સંતાનોના વકીલ પિતાને ઓનલાઇન એક મહિલા સાથે પ્રેમ થઇ જતા તેની સાથે લગ્ન કરવાની જીદ પકડી હતી. જેને પગલે મોટી પુત્રીએ તેમને રૂમમાં પુરી દીધા હતા.
અભયમની ટીમને એક યુવતીએ ફોન કરીને તેના પિતા બીજા લગ્ન કરવા માંગે છે તેમ કહેતા એક ટિમ તેમની પાસે પહોંચી હતી. જેમાં તેના પિતાનું કાઉન્સેલિંગ કરતા વકીલ પિતાએ પોતાના 23 વર્ષના લગ્ન જીવનમાં પત્ની તરફથી કોઈ પ્રેમ ન મળ્યો હોવાનું જણાવ્યું હતું. દરમિયાન તેમને ગાવાનો શોખ હોવાથી એક અપ્પ સાઉનલોડ કરી હતી. જેમાં ઓનલાઇન પૂનાની એક મહિલા સાથે પરિચય થયો હતો. આ વિધવા મહિલા સાત વર્ષીય બાળક હતું. અને હાલ તેની આર્થિક સ્થિતિ ખરાબ હોવાથી વકીલે તેમને અમદાવાદ બોલાવી લીધા હતા. અને તેમના ઘરે બંને ની મુલાકાતો વધી જતા પ્રેમ પાંગર્યો હતો.
બીજી તરફ વકીલના પત્નીને શંકા જતા તેમણે પૂછપરછ કરતા વકીલે પોતાના પ્રેમ વિષે જણાવી પોતે તેની સાથે લગ્ન કરવા માંગે છે તેમ કહ્યું હતું. ઉપરાંત બંને ને રાખવાનું કહ્યું હતું. આ અંગે અભયામની ટીમે વકીલ તૅમની પત્ની તથા મહિલા ત્રણેયનું કાઉન્સેલિંગ કરીને તેમને સમજાવ્યા હતા. જેથી વકીલે પોતાની પત્નીની માફી માંગી હતી.