Western Times News

Gujarati News

બીજા લગ્ન પર ટિપ્પણીથી અભિનેત્રી કામ્યા ભડકી

મુંબઈ, ટેલિવિઝન જગતની લોકપ્રિય અભિનેત્રી કામ્યા પંજાબી સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને પોતાના અંગત જીવનની જાણકારી શેર કરીને ફેન્સને અપડેટ કરતી રહે છે. હાલમાં જ એક સોશિયલ મીડિયા યૂઝરે કામ્યા પંજાબીને પહેલા લગ્ન અને છૂટાછેડાને લઇને ટ્રોલ કરવાનો પ્રયત્ન કર્યો જેની સામે અભિનેત્રીએ આકરી પ્રતિક્રિયા આપી છે.

કામ્યા પંજાબીએ એવો જવાબ આપ્યો કે યૂઝરની બોલતી જ બંધ થઇ ગઇ હતી. કામ્યા પંજાબીએ યૂઝરને આપેલા જવાબનો સ્ક્રીનશોટ પણ ટિ્‌વટર શેર કર્યો છે. કામ્યા પંજાબીએ બુધવારે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મહિલા સશક્તિકરણ પર એક વીડિયો શેર કર્યો હતો.

અભિનેત્રીની આ પોસ્ટ પર એક યૂઝરે કોમેન્ટ કરી હતી,’ પોતાના પહેલા લગ્ન બચાવી નથી શકી છૂટાછેડા થઇ ગયા. બીજા લગ્ન કર્યા, હદ થઇ ગઇ.

યૂઝરની આ કોમેન્ટ પર કામ્યા પંજાબીએ આકરી પ્રતિક્રિયા આપતાં જ જવાબ લખ્યો હતો, ‘ તો મને ખુશ રહેવા કે જીવવાનો કોઇ હક નથી? ડિવોર્સ થઇ ગયા તો મરી જવું જાેઇએ? ડિવોર્સ પછી સ્ત્રીનું જીવન ખતમ થઇ જાય છે? તમારા જેવા વિચાર ધરાવતાં લોકો વિરુદ્ધ આજે દરેક યુવતીએ અવાજ ઉઠાવવો પડશે અને ઉઠાવી પણ રહી છે.

મને નબળી ના સમજશો, સ્ત્રી છું અને લડી શકું છું. નોંધનીય છે કે, કામ્યા પહેલાના પહેલા લગ્ન બંટી નેગી સાથે થયા હતા. લગભગ ૧૦ વર્ષ પછી ૨૦૧૩માં બંને અલગ થઇ ગયા હતા. આ લગ્નથી કામ્યા અને બંટી નેગીને એક દીકરી છે. બંટી નેગીથી અલગ થયા પછી કામ્યા પંજાબીએ ગત વર્ષે ૨૦૨૦માં શલભ ડાંગ સાથે લગ્ન કર્યા છે.SSS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.