બીજા વિશ્વયુદ્ધ પછી પહેલી વાર દક્ષિણપંથી સરકાર,ફ્રેડરિક મેર્ઝ જર્મનીના નવા ચાન્સેલર

જર્મનીની ૨૦૨૫ની ચૂંટણીમાં ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝની પાર્ટીને કારમી હારનો સામનો કરવો પડ્યો
બર્લિન,જર્મનીમાં યોજાયેલી ૨૦૨૫ની રાષ્ટ્રીય ચૂંટણીમાં ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝની સોશિયલ ડેમોક્રેટિક પાર્ટીને કારમી હારનો સામનો કરવો પડ્યો છે. તાજેતરના એક્ઝિટ પોલ અનુસાર, વિપક્ષી નેતા ળેડરિક મેર્ઝના ક્રિશ્ચિયન ડેમોક્રેટિક યુનિયન (CDU) અને તેના સાથી પક્ષ, ક્રિશ્ચિયન સોશિયલ યુનિયન (CSU), વિજય તરફ આગળ વધી રહ્યા છે. જો મેર્ઝની પાર્ટી જીતે છે, તો બીજા વિશ્વયુદ્ધ પછી પહેલી વાર એવું બનશે કે જર્મનીમાં કોઈ જમણેરી પાર્ટી સત્તામાં પાછી આવશે.સમાચાર એજન્સી શિન્હુઆ અનુસાર, નવા મતદાન દર્શાવે છે કે CDU અને CSU પક્ષો ૨૯ ટકા સમર્થન સાથે આગળ છે.
જ્યારે અલ્ટરનેટિવ ફોર જર્મની ને ૨૧ ટકા અને ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝની પાર્ટી ને માત્ર ૧૫ ટકા સમર્થન મળ્યું. જોકે, ૨૨ ટકા ઉત્તરદાતાઓ હજુ પણ અનિશ્ચિત હતા, જેના કારણે અંતિમ પરિણામ અંગે શંકા ઉભી થઈ.ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝે પોતાની હાર સ્વીકારતા કહ્યુંઃ “આ અમારા માટે કડવું ચૂંટણી પરિણામ છે.” એક્ઝિટ પોલના આધારે, સ્કોલ્ઝે ચૂંટણીમાં થયેલી હારને તેમના પક્ષ માટે પીડાદાયક હાર ગણાવી. બીજી તરફ, ફ્રેડરિક મેર્ઝે ચૂંટણીમાં તેમના પક્ષની જીતનો દાવો કર્યાે અને કહ્યું કે તેમનો પક્ષ ટૂંક સમયમાં શાસક ગઠબંધન બનાવશે.
“અમે આ બુન્ડેસ્ટાગ ચૂંટણી માટે અને સરકારી જવાબદારી લેવા માટે ખૂબ જ સારી રીતે તૈયારી કરી છે,” ફ્રેડરિક મેર્ઝે કહ્યું. તેમનો ધ્યેય શક્ય તેટલી વહેલી તકે સ્થિર શાસક ગઠબંધન બનાવવાનો છે, જેથી જર્મનીમાં નવી સરકારની રચના થઈ શકે.આ ચૂંટણીમાં યુક્રેન યુદ્ધ, આર્થિક પડકારો, ઉર્જાના ઊંચા ભાવ અને ગેરકાયદેસર ઇમિગ્રેશન જેવા મુદ્દાઓ પર પ્રભુત્વ રહ્યું. આ મુદ્દાઓએ મતદારોના નિર્ણયને નોંધપાત્ર રીતે પ્રભાવિત કર્યાે છે, જેનાથી વિરોધી પક્ષોને ફાયદો થયો છે. જર્મનીની ચૂંટણી પ્રણાલીમાં, મતદારો સીધા ચાન્સેલરની પસંદગી કરતા નથી, પરંતુ બુન્ડેસ્ટાગના સભ્યોને મત આપે છે, જેઓ પછી ચાન્સેલરની પસંદગી કરે છે.
જર્મનીની ૨૦૨૫ની ચૂંટણીમાં ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝની પાર્ટીને કારમી હારનો સામનો કરવો પડ્યો, જ્યારે ફ્રેડરિક મેર્ઝની જમણેરી પાર્ટી સત્તામાં પાછા ફરવા તરફ આગળ વધી રહી છે. આ ચૂંટણી યુક્રેન યુદ્ધ અને અર્થતંત્ર જેવા મુખ્ય મુદ્દાઓ પર કેન્દ્રિત હતી, જેણે મતદારોને પ્રભાવિત કર્યા. હવે જોવાનું એ રહે છે કે જર્મનીમાં આગામી સરકાર કેવી રીતે રચાય છે અને તેની સામે કયા પડકારો આવે છે.ss1