બીજા વિશ્વયુધ્ધ વખતે જે અણુ બોંબનો ઉપયોગ કર્યો હતો તેના કરતાં 3000 ગણા શક્તિશાળી બોંબ રશિયા પાસે

Sarov, Nizhny Novgorod region, Russia.
રશિયાનાં પરમાણુ શસ્ત્ર બ્રિટન-યુએસમાં તબાહી મચાવી શકે છે –રશિયા પાસે દુનિયામાં સૌથી વધારે ૪૪૭૭ પરમાણુ બોમ્બ
(એજન્સી)લંડન/મોસ્કો, રશિયા અને યુક્રેન વચ્ચે અત્યારે યુદ્ધ ચાલી રહ્યું છે, પરંતુ દુનિયાભરમાં ડરનો માહોલ છવાયેલો છે. ચારેબાજુ યુદ્ધની ચર્ચા ચાલી રહી છે. લોકોના મનમાં એક જ પ્રશ્ન થઈ રહ્યો છે કે આ યુદ્ધ ક્યાં જઈને અટકશે અને શું ખરેખર દુનિયાએ પરમાણુ યુદ્ધ જાેવું પડશે?
રશિયાના રાષ્ટ્રપ્રમુખ પુતિને પોતાની ન્યુક્લિઅર આર્મીને એલર્ટ કરતાં લોકોનો ડર વધી ગયો છે. લોકોના ડરનું એક મુખ્ય કારણ એ પણ છે કે રશિયા પાસે દુનિયામાં સૌથી વધારે ૪૪૭૭ પરમાણુ બોમ્બ છે.
યુક્રેનની સેના રશિયાને બરાબરની ટક્કર આપી રહી છે. પશ્ચિમી દેશો પણ રશિયા વિરુદ્ધ એકજૂટ થઈ રહ્યા છે. પુતિને જ્યારે હુમલાની જાહેરાત કરી ત્યારે પશ્ચિમી દેશોને ચેતવણી આપી હતી કે જાે નાટો દેશોએ હસ્તક્ષેપ કર્યો તો તેમણે ઈતિહાસમાં સૌથી ગંભીર પરિણામ ભોગવવા પડશે.

આ સ્થિતિમાં પ્રશ્ન ઉભો થઈ રહ્યો છે કે, શું પુતિન પોતાની ધમકી પર અમલ કરવા જઈ રહ્યા છે? કારણકે રશિયા પાસે કોઈ પણ પ્રકારની પરિસ્થિતિનો સામનો કરવા માટે હથિયાર ઉપલબ્ધ છે.
રશિયા પાસે અત્યારે ૪૪૭૭ પરમાણુ હથિયાર છે. અમેરિકાના ફેડરેશન ઓફ અમેરિકન સાઈન્ટિસ્ટના લેટેસ્ટ રિપોર્ટ અનુસાર રશિયા પાસે ઉપલબ્ધ ૪૪૭૭ પરમાણુ બોમ્બમાં ૨૫૬૫ સ્ટ્રેટેજીક અને ૧૯૧૨ નોન સ્ટ્રેટેજીક હથિયાર છે. રિપોર્ટ અનુસાર રશિયા પોતાની ન્યુક્લિઅર ફોર્સ અને તેના માળખાનું ઝડપથી આધુનિકીકરણ કરી રહ્યું છે.
આ પરમાણુ બોમ્બને જમીન, સબમરીન અને પ્લેનના માધ્યમથી દુશ્મનના ઠેકાણા પર ફેંકી શકાય છે.આટલુ જ નહીં, રશિયા પાસે એવા અનેક નોન-સ્ટ્રેટેજીક પરમાણુ બોમ્બ છે જે યુદ્ધમાં તરત તૈનાત કરી શકાય છે અને તે મર્યાદિત વિસ્તારમાં તબાહી મચાવી શકે છે. તેમાં રેડિયો એક્ટિવ વિકિરણ પણ ઓછા હોય છે.
આ પરમાણુ બોમ્બ નાગરિકોને નુકસાન પહોંચાડવાના બદલે સૈન્ય ક્ષમતાને તબાહ કરે છે. તે લેન્ડમાઈનથી લઈને ટારપીડો સુધી હોઈ શકે છે. જાે કે અત્યાર સુધી યુદ્ધમાં તેનો ઉપયોગ કરવામાં નથી આવ્યો. રશિયા પાસે એટલા ખતરનાક પરમાણુ બોમ્બ છે જેમને લાંબા અંતર સુધી માર કરનાર શક્તિશાળી મિસાઈલોની મદદથી ફેંકી શકાય છે.