બીજા વિશ્વ યુદ્ધને રોકવા જાપાન ઉપર બૉમ્બનો એટેક કરાયો?

નવી દિલ્હી: જ્યારથી અમેરિકાએ જાપાન પર ૯ ઓગસ્ટ ૧૯૪૫ના દિવસે બીજા અણુ બૉમ્બથી હુમલો કર્યો. ત્યારથી જ એક સવાલ દુનિયાભરમાં ઉદભવી રહ્યો છે. શું એક બૉમ્બથી થયેલી તબાહી બીજા વિશ્વ યુદ્ધનો અંત લાવવા પર્યાપત ન હતો? કે અમેરિકાએ બીજા અણુ બૉમ્બનો ઉપયોગ કરવો પડ્યો? આ સવાલનો જવાબ તે સમયના અમેરિકાના સત્તાધીશો પ્રમાણે ૨ અણુ બૉમ્બની જરૂર હતી. પણ ઈતિહાસકારોનું માન્યે તો બીજા પણ અનેક કારણ હતા. તો ચાલો જાણીએ શું છે કારણ. ૬ ઓગસ્ટ ૧૯૪૫ના રોજ અમેરિકાના બી-૨૯ બૉમ્બર એનોલા ગે વિમાનથી લિટલ બૉય નામનો એટમ બૉમ્બ હિરોશિમા પર ફેંક્યો.
જેના ૧૬ કલાક બાદ તે સમયના અમેરિકી રાષ્ટ્રપતિ હેરી એસ. ટ્રૂમેન તરફથી વ્હાઈટ હાઉસે એક સ્ટેટમેન્ટ બહાર પાડ્યું હતું. આ બૉમ્બિંગ બાદના સ્ટેટમેન્ટમાં અમેરિકાના ટોપ સિક્રેટ મેનહેટ્ટન પ્રોજેક્ટનો ખુલાસો થયો હતો. જ્યારે, ટ્રૂમેને સ્ટેટમેન્ટમાં જાપાનને ધમકી આપી હતી કે, જાે તેઓ સમર્પણ નહિ કરે તો અમેરિકા જાપાન પર એવી આકાશમાંથી તબાહીની વર્ષા કરશે, જે દુનિયામાં કોઈએ જાેઈ નહીં હોય. ભલે અમેરિકાના રાષ્ટ્રપતિએ આ પ્રથમ બૉમ્બિંગને પોતાના સ્ટેટમેન્ટમાં ચેતવણી ગણાવી હતી.
લેફટનન્ટ જનરલ લેસલી ગ્રોવસ જે તે સમયના એટમિક ટોપ સિક્રેટ મેનહેટ્ટન પ્રોજેક્ટના ડાયરેક્ટર હતા. તેમના પણ જુલાઈ ૧૯૪૫ના ઓર્ડર મુજબ, રાષ્ટ્રપતિ એટલે કે હેરી ટ્રૂમેને તેમને હિરોશિમામાં પ્રથમ એટેક બાદ કોકુરા (હાલનું કિતાક્યુશુ), નિગાતા અને નાગાસાકીમાં પણ વધુ એટેક કરવાની પરવાનગી આપી હતી. ૯ ઓગસ્ટ ૧૯૪૫ની વહેલી સવારે બી-૨૯ વિમાન ટીનિયન આઈલેન્ડ પરથી ૧૦ હજાર પાઉન્ડ એટલે કે ૪૫૦૦ કિલોગ્રામ પ્લુટોનિયમ બૉમ્બ ફેટ મેન સાથે કોકુરા તરફ જઈ રહ્યું હતું.