બીજા ૮,૦૦૦ સૈનિકો જમ્મુ કાશ્મીરની ઘાટીમાં મોકલવામાં આવ્યા
સેના હાઈ એલર્ટ પર |
નવી દિલ્હી: સરકારે સોમવારે રાજ્યસભામાં જમ્મુ કાશ્મીરના પુનગર્ગઠનનો સંકલ્પ પત્ર રજૂ કર્યો. ગૃહમંત્રી અમિત શાહે સંકલ્પ પત્ર રજૂ કરતાની સાથે વિપક્ષે હોબાળો કર્યો હતો. જો કે બસપાએ સરકારને સમર્થન આપ્યું હતું તો જેડીએસે તેનો વિરોધ કર્યો હતો. વિધેયકના આધારે હવે જમ્મુ કાશ્મીર અને લદ્દાખ અલગ થઈ ચૂક્યા છે.
બંન્નેને કેન્દ્રશાસિત પ્રદેશનો દરજ્જો આપી દેવામાં આવ્યો છે. જો કે લદ્દાખમાં વિધાનસભા નહીં હોય તેની સામે જમ્મુ કાશ્મીરમાં દિલ્હીની માફક વિધાનસભા હશે.
આ સાથે જ કલમ 370 અને 35A ને નાબુદ કરી દેવામાં આવી છે. આ બંન્ને કલમોને નાબુદ કરતા કાશ્મીરની હાલની સ્થિતિ કંઈક આવી થઈ છે.