બીજીવાર દુષ્કર્મ ન થાય તે ડરથી યુવતીની આત્મહત્યા
વડોદરા, સતત ૧૪માં દિવસે પોલીસ તપાસનો સિલસિલો યથાવત છે. વડોદરા પોલીસ ચકલી સર્કલ વિસ્તારમાંથી પસાર થતા રીક્ષા ચાલકોની પૂછપરછ કરી રહી છે. આ મામલે ૫૦૦ થી વધુ રિક્ષા ચાલકોના નિવેદન લેવાયા છે. સાથે જ આસપાસની દુકાનમાં તપાસ થઈ રહી છે. આ મામલે ખુદ રાજ્યના ગૃહ રાજ્યમંત્રીએ ખાતરી આપી છે કે, તેઓ પીડિતાનો ભાઈ બનીને ન્યાય અપાવીશ. ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં વધુ એક ઘટસ્ફોટ થયો છે.
વડોદરામા યુવતી પર સામૂહિક દુષ્કર્મ અને આપધાતનો મામલો હજી ગૂંચવાયેલો છે. પરંતુ સુરત બસ ડેપો પર યુવતીનો પીછો કરનાર શખ્સ સેક્સ મેનિયાક નીકળ્યો છે. તેણએ સુરત એસટી ડેપોથી રેલ્વે સ્ટેશન સુધી યુવતીનો પીછો કર્યો હતો. તેણે યુવતીની સુરત રેલ્વે સ્ટેશન પર પજવણી પણ કરી હતી. આવામાં ફરીથી બળાત્કાર થશે તેવા ડરથી યુવતીએ ટ્રેનમાં જ આત્મહત્યા કરી હતી. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની તપાસ આ ખુલાસો થયો છે.
ક્રાઈમ બ્રાન્ચની ટીમે સુરત રેલવે સ્ટેશનના સીસીટીવી ફૂટેજ ચેક કરતા એક શખ્સ શંકાસ્પદ હરકત કરતો જાેવા મળ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચની ટીમે આ શખ્સને પકડી લીધો છે.
પીડિતાએ તેની બહેનપણીને કરેલા મેસેજમાં જણાવ્યું હતું કે તેનો કોઇ પીછો કરી રહ્યું છે. યુવતી આ સેક્સ મેનિયાકને જાેઈને બહુ જ ડરી ગઈ હતી, જેને કારણે આત્મહત્યા કરવા પ્રેરાઈ હતી. કારણ કે તે બળાત્કારનો ભોગ બની ચૂકી હતી. સમગ્ર મામલે સેક્સ મેનિયાક યુવક પર યુવતીને આત્મહત્યા કરવા માટે મજબૂર કરવા માટેનો ગુનો નોંધાશે.SSS