બીજી જાતિમાં યુવતીના લગ્નથી યુવકની હત્યા થઈ
પતિ-પત્નીનું બળજબરીથી અપહરણ કર્યું પણ યુવતી ભાગવામાં સફળ રહી, બીજા દિવસે યુવકનો મૃતદેહ મળ્યો
હૈદરાબાદ, તેલંગાણા રાજ્યમાં હોનર કિલીંગનો એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. મૂળે એક યુવતી બીજી જાતિના યુવક સાથે ઘણા વર્ષોથી પ્રેમમાં હતી. યુવતીએ લગભગ ત્રણ મહિના પહેલા પરિવારના મરજીની વિરુદ્ધ જઈને યુવક સાથે લગ્ન કરી દીધા હતા. જ્યારે આ વાતની જાણ યુવતીના પરિવારને જઈ તો તે ખૂબ જ નારાજ થઇ ગયા. યુવતીના પરિવારનો સભ્યો અને સંબંધીઓએ ૨૪ સપ્ટેમ્બરે યુવતી અને યુવકનું અપહરણ કરી દીધું પરંતુ યુવતી કોઈક રીતે બચીને ભાગવામાં સફળ રહી. પરંતુ તેઓએ યુવકની હત્યા કરી દીધી. પોલીસે આ મામલામાં ૧૪ લોકોને ઝડપી પાડ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ, અવંતી રેડ્ડીના સગાવહાલાં તેને અને તેના પતિ હેમંતને ૨૪ સપ્ટેમ્બરે બળજબરીથી એક કારમાં બેસાડીને લઈ ગયા.
અવંતી અને હેમંતે પરિવારની વિરુદ્ધ લગભગ ત્રણ મહિના પહેલા લગ્ન કર્યા હતા. પોલીસ અધિકારીએ જણાવ્યું કે અવંતી કોઈક રીતે ત્યાં ભાગવામાં સફળ રહી પરંતુ તે લોકો હેમંતને કારમાં લઈને ગયા. તેનો મૃતદેહ બીજા દિવસે એટલે કે ૨૫ સપ્ટેમ્બરે સાંગારેડ્ડીની પાસેથી મળી આવ્યો. પોલીસ અધિકારીએ વધુમાં કહ્યું કે, યુવકના પિતાએ ૨૪ સપ્ટેમ્બરની સાંજે લગભગ સાડા છ વાગ્યે અમને ફરિયાદ લખાવી અને અમે તાત્કાલિક તમામ નાકા અને ટોલ પર તેના વિશે જાણ કરી દીધી.
ફરિયાદ મળતાં જ વિશેષ ટીમોની રચના કરી દેવામાં આવી. પણ બીજા દિવસે સવારે હેમંતનો મૃતદેહ સાંગારેડ્ડી પાસેથી મળી આવ્યો. પોલીસના જણાવ્યા મુજબ, આ કેસ ચોક્કસપણે હોનર કિલિંગ છે. આ ઘટના બાદથી તેઓએ ૧૪ લોકોની ધરપકડ કરી છે. ધરપકડ કરવામાં આવેલા આરોપીઓમાં અવંતીના પિતા ડી. લક્ષ્મી રેડ્ડી, માતા અર્ચના, તેના બે મામા અને ત્રણ કથિત સોપારી કિલરનો સમાવેશ થાય છે. અવંતીએ જણાવી આપવીતીઅવંતી રેડ્ડીએ જણાવ્યું કે, મારા સગા-વહાલા મને અને મારા પતિને બળજબરીથી એક વાહનમાં લઈ ગયા. હું કોઈક રીતે વાહનમાંથી ભાગી છૂટી અને તાત્કાલિક મારા સાસરિયા અને પોલીસને ઘટના વિશે જાણકારી આપી. અવંતીએ જણાવ્યું કે તેના અને હેમંતની વચ્ચે અનેક વર્ષોથી પ્રેમ સંબંધ હતા અને બંનેએ જૂન મહિનામાં લગ્ન કર્યા હતા. સ્થાનિક મીડિયા સાથે વાત કરતાં અવંતીએ જણાવ્યું કે, જો મારા પ્રત્યે પ્રેમ છે તો શું હું જે વ્યક્તિને પ્રેમ કરું છું તેની હત્યા કરી દેવાની? મારા માતા-પિતા કરતાં મારા સાસુ-સસરા મને વધુ પ્રેમ કરે છે. અમારા ઘરે ૧૦ લોકો આવ્યા અને બળજબરીથી અમને ઉઠાવીને લઈ ગયા.SSS