બીજી ટેસ્ટ ૮૯ વર્ષમાં ટીમ ઇન્ડિયાની ઇગ્લેન્ડ પર સૌથી મોટી જીત
ચેન્નાઇ: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ચેન્નઇમાં રમાઈ રહેલી ટેસ્ટ શ્રેણીની બીજી મેચનો આજે ચોથો દિવસ છે. મેચમાં ભારતે ઐતિહાસિક જીત મેળવી છે. ભારતીય ટીમે ચેન્નઈમાં પ્રથમ ટેસ્ટ મેચમાં હારનો બદલો લીધો છે. ચેન્નાઇના ચેપૌક સ્ટેડિયમ ખાતે રમાયેલી ટેસ્ટ શ્રેણીની બીજી મેચમાં તેઓએ ઇંગ્લેન્ડને ૩૧૭ રનથી પરાજય આપ્યો છે. આ જીતની સાથે જ ભારતીય ટીમે શ્રેણીમાં ૧-૧ની બરાબરી કરી લીધી છે.આર અશ્વિન ભારતની મહાન જીતનો હીરો હતો. તેણે મેચમાં કુલ ૮ વિકેટ ઝડપી હતી અને સદી ફટકારી હતી. ભારતીય ટીમે ઇંગ્લેન્ડને ૪૮૨ રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જેના જવાબમાં ઇંગ્લેન્ડની આખી ટીમ ૧૬૪ રનમાં આઉટ થઈ ગઈ હતી.
ભારતે તેની પ્રથમ ઇનિંગ્સમાં ૩૨૯ રન બનાવ્યા હતા, ત્યારબાદ ઇંગ્લેન્ડની ટીમ માત્ર ૧૩૪ રન જ બનાવી શકી હતી. આ પછી ભારતે બીજી ઇનિંગમાં ૨૮૬ રન બનાવ્યા અને ઇંગ્લેન્ડને ૪૮૨ રનનો મોટો લક્ષ્યાંક આપ્યો. લક્ષ્યનો પીછો કરતાં, મહેમાન ટીમ ફક્ત ૧૬૪ રન જ બનાવી શકી હતી અને ૩૧૭ રનથી હારી ગઈ હતી.
ઋષભ પંતે આ ટેસ્ટ મેચમાં શાનદાર દેખાવ કર્યો છે. ઇંગ્લેંડની પ્રથમ ઇનિંગ્સમાં તેણે બે શાનદાર કેચ લીધા હતા અને હવે બીજી ઇનિંગમાં તેણે લોરીન્સને સ્ટમ્પ આપ્યો હતો. પંતની કીપિંગ પર સવાલો ઉઠતા રહે છે, પરંતુ ચેન્નાઈ ટેસ્ટમાં શાનદાર રમીને તેણે વિવેચકોને શાંત કરી દીધા છે.
ડેનિયલ લોરેન્સ રવિચંદ્રન અશ્વિનની બોલિંગમાં વિકેટકીપર ઋષભ પંત દ્વારા સ્ટમ્પ થયો હતો. તેણે ૫૩ બોલમાં ૨ ફોર અને ૧ સિક્સની મદદથી ૨૬ રન કર્યા હતા. ઉલ્લેખનીય છે કે, લોરેન્સને આઉટ કર્યો તે ચોથા દિવસે અશ્વિનનો પ્રથમ બોલ હતો.
બીજા દિવસે ટીમ ઈન્ડિયાએ પહેલી ઈનિંગમાં ૩૨૯ રન બનાવ્યા. રોહિત શર્માએ ૧૬૧ રનની ઈનિંગ રમી. તેના જવાબમાં ઈંગલેન્ડની ટીમ રોહિતના સ્કોરની પણ બરાબરી ન કરી શકી અને ૧૩૪ રન પર જ સમેટાઈ ગઈ.જેને ધ્યાનમાં રાખી ભારતને પહેલી ઈનિંગમાં ૧૯૫ રનની લીડ મળી