બીજી પત્ની અને તેનાં પુત્રએ ભેગાં મળી પતિને ઢોર માર માર્યો
(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ: પતિએ બીજા લગ્ન કર્યા બાદ નવી પત્ની સાથે જાનમેળ ન થતાં પ્રથમ પત્ની પાસે રહેવા જતો રહયો હતો. જેથી બીજી પત્ની તેને પોતાની પાસે રહેવા માટે સતત દબાણ કરતી હતી.
પરંતુ પતિ કોઈ રીતે વશ ન થતાં બીજી પત્ની અને તેનાં પુત્રએ એક વખત વાત કરવા માટે ઘરે બોલાવી પત્ની પુત્ર તથા પુત્રનાં મિત્રોએ ગડદાપાટુનો માર મારી તેનાં ઉપર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. બાદમાં માંડ છૂટેલા વ્યકિત બીજી પત્ની, પુત્ર તથા તેનાં વિરૂધ્ધ દરીયાપુર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે.
સાહીદભાઈ સલીમભાઈ કુરેશી ફેજ રો હાઉસ જુહાપુરા, વેજલપુર ખાતે રહે છે. તેમણે પ્રથમ વખત માં કાશમાબાનું સાથે લગ્ન કર્યા હતા. બાદમાં પાંચ વર્ષ અગાઉ અમીનાબાનુ (ભંડેરીપોળ, દરીયાપુર) સાથે બીજા લગ્ન કર્યા હતા. જા કે બંને વચ્ચે મનમેળ ન રહેતાં. અમીનાબાનુંને છુટાછેડા આપી સાહીદભાઈ પ્રથમ પત્ની કાશ્માબાનું પાસે જુહાપુરા રહેવા ગયા હતા.
જા કે અમીનાબાનું તેમને ફોન કરીને પોતાની સાથે રહેવા દબાણ કરતી હતી. પરંતુ શાહીદભાઈ તેનો ઈન્કાર કરતાં હતાં.
દરમ્યાન બે-ત્રણ દિવસ અગાઉ અમીનાબાનુંએ એક વખત રૂબરૂમાં મળવાની વાત કરતાં શાહીદભાઈ ભંડેરી પોળ ખાતે ગયા હતા. શાહીદભાઈ ભંડેરી પોળ ખાતે ગયા હતા. જયાં રાતથી અમીનાબાનુએ મનાવવાની કોશીશ કરી.
પરંતુ શાહીદભાઈ ટસનામસ ન થતાં સવારે તેમનો પુત્ર શાબાઝ ઉર્ફે ગોળ પઠાણ તેનાં મિત્રો સાથે આવી પહોંચ્યો હતો. અને ગડદાપાટુનો માર મારીને પગમાં છરી વડે હુમલો કર્યો હતો. બાદમાં તેમને ધમકીઓ આપી છોડી મુકયા હતા.
લોહીલુહાણ હાલતમાં ઘરે પહોંચેલા શાહીદભાઈએ સારવાર લીધા બાદ બીજી પત્ની અમીના તથા તેનાં પુત્ર શાબાઝ વિરૂધ્ધ ફરીયાદ નોંધાવી છે.