બીજી પ્રેગ્નેંસી બાદ કરીના કપૂરનો ગ્લેમરસ અંદાજ

મુંબઇ, બોલીવુડ અભિનેત્રી કરીના કપૂર ખાન બીજી પ્રેગ્નેંસીના એક વર્ષ બાદ ફરીથી ધીમે ધીમે ગ્લેમરસ અંદાજમાં પરત આવતી જાેવા મળી રહી છે. તાજેતરમાં જ મિત્રો સાથે લેટ નાઇટ પાર્ટી બાદ હવે બેબોનો નવો અંદાજ સામે આવ્યો છે જે ખૂબ વાયરલ થઇ રહ્યો છે.
કરીના કપૂરના લેટેસ્ટ લુકની વાત કરીએ તો બ્લેક કલરના જંપસૂટમાં એક એકથી ચઢિયાતી દિલકશ અદાઓ આપતી જાેવા મળે છે. કરીના કપૂરના આ ફોટા યુનાઈટેડ નેશન્સ યંગ ચેન્જમેકર્સ કોન્ક્લેવમાં સામેલ થઇ હતી તે દરમિયાનની છે. બીજી પ્રેગ્નેન્સી બાદ કરીના કપૂર હવે ધીરે ધીરે પોતાની જૂની ગ્લેમરસ સ્ટાઈલમાં પાછી ફરતી જાેવા મળી રહી છે.
કરીના કપૂરે હળવા મેકઅપ અને છૂટા વાળ સાથે તેના લુકને ટીમ અપ કર્યો હતો. આ સાથે કરીનાના ઈયરપીસ તેના દેખાવને વધુ એટેક્ટ્રિવ બનાવી રહ્યા હતા. તમને જણાવી દઈએ કે કરીના કપૂર ખાન ૪૧ વર્ષની છે પરંતુ તે પોતાની ફિટનેસથી આ નંબરને ખોટો સાબિત કરે છે. હાલમાં કરીના કપૂર ખાન તેના બાળકો પર જ ફોકસ કરી રહી છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે.SSS