બીજી મેના રોજ મોદી લોકડાઉનની જાહેરાત કરશે : ઔવૈસી
હૈદરાબાદ: એઆઇએમઆઇએમના પ્રમુખ અસાદુદ્દીન ઓવૈસીએ એક ખાનગી ચેનલ સાથેની વાતચીતમાં કટાક્ષ કરતા જણાવ્યું કે પ્રધાનમંત્રી મોદી ૨ મે એ લોકડાઉનની જાહેરાત કરશે. ઓવૈસીએ કટાક્ષ કરતા જણાવ્યું કે ૨ મેએ બંગાળ વિધાનસભાની ચૂંટણીના પરિણામો આવવાના છે તેથી પ્રધાનમંત્રી મોદી આ તારીખે લોકડાઉનની જાહેરાત કરશે. તેમણે કહ્યું કે અમે બંગાળમાં ફક્ત ૬ બેઠક પર ચૂટંણી લડી રહ્યાં છીએ. આ અમારી શરુરઆત છે અને અમને વિશ્વાસ છે કે અમારી પાર્ટી બંગાળમાં વિજય મેળવશે.
પીએમ મોદીની મુસ્લિમ યુવક સાથેની વાયરલ તસવીર પર ઓવૈસીએ જણાવ્યું કે મારા કહ્યાં બાદ મુસ્લિમ યુવક ઝુલ્ફિકાર સામે આવ્યો હતો. જ્યારે હું બોલ્યો ત્યારે અમિત શાહે મને હિંદુની સાથે તસવીર પડાવવાનું કહ્યું. મને કોઈ વાંધો નથી.
પીએમ મોદી પર નિશાન સાધતા તેમણે કહ્યું કે ભાજપનો કોઈ મુસ્લિમ એમપી કેમ નથી. ગુજરાતમાં છેલ્લી વખતે મુસ્લિમ એમપીની ક્યારે જીત થઈ હતી. અમે ગુજરાતમાં ગોધરામાં ભાજપનો મેયર ન નવા દીધા. તેમણે કહ્યું કે જાે દેશના બંધારણને મજબૂત કરવાનું હોય તો હું આવો જ રહીશ. હું ક્યારેક પણ નહીં બદલાવું. એક સમય એવો આવશે કે જ્યારે આપણે બધા એક થઈ જઈશું પરંતુ હુંનહીં બદલાવું.