બીજી લહેરનું મોટું કારણ ડેલ્ટા વેરિયન્ટ બી.૧.૬૧૭ છે
નવી દિલ્હી: કોરોના વાયરસની બીજી લહેરે ભારતમાં દર્દીઓને બહુ હંફાવ્યા છે, આ લહેર દરમિયાન ઓક્સિજન, દવા, હોસ્પિટલ વગેરેના કારણે લોકોએ ખુબ પરેશાન થવું પડ્યું હતું. આવામાં બીજી લહેરમાં ઉભી થયેલા આફત અંગે વૈજ્ઞાનિકોએ કેટલાક કારણો રજૂ કર્યા છે. વૈજ્ઞાનિકો મુજબ બીજી લહેર પાછળ સૌથી મોટું કારણ ડેલ્ટા વેરિયન્ટ (બી.૧.૬૧૭) છે.
આ વેરિયન્ટ અને તેના સબ-લીનિએજ (બી.૧.૬૧૭.૨)ના કારણે બીજી લહેરમાં રોજ ત્રણ-ત્રણ લાખ કરતા વધારે કેસ નોંધાયા છે. ડેલ્ટા વેરિયન્ટ પહેલા મળેલા આલ્ફા વેરિયન્ટ (બી.૧.૧.૭) કરતા ૫૦%થી વધુ ચેપી છે.
આ રિસર્ચ નેશનલ સેન્ટર ફોર ડિસીસ કંટ્રોલ (એનસીડીસી) અને આઈએનએસીઓજી (ઈન્ડિયન સાર્સ -કોવ-૨ જીનોમિક કોનસોર્ટિયા)ના વૈજ્ઞાનિકોએ કર્યું છે. જેના દ્વારા ખ્યાલ આવે છે કે યુકેમાં મળેલા આલ્ફા વેરિયન્ટ કરતા ડેલ્ટા વેરિયન્ટ ૫૦% વધુ ઝડપથી ફેલાય છે. ટેસ્ટ કરાયેલા સેમ્પલમાં ડેલ્ટા વેરિયન્ટની ટકાવારી જાન્યુઆરી કરતા ફેબ્રુઆરીમાં ૨૦% અને માર્ચમાં ૪૦% વધી ગઈ હતી.
ડેલ્ટા વેરિયન્ટ સબ-લીનિએજ (બી.૧.૧૬૧૭.૨)માં ઈ૪૮૪ક્યુ મ્યુટેશન નહોતું પરંતુ ટી૪૭૮કે આવી ગયું. સેમ્પલમાં તેનું પ્રમાણ સૌથી વધારે મળ્યું છે. જેમ-જેમ પોઝિટિવિટી રેટ વધ્યો, તેમ-તેમ તેની ટકાવારી પણ વધતી ગઈ. સ્ટડીમાં કહેવામાં આવ્યું છે કે આલ્ફા વેરિયન્ટનો કેસ ફેટિલિટી રેશિયો (સીએફઆર) ડેલ્ટા કરતા વધુ હતો. જાેકે, સ્ટડી કહે છે કે હજુ સીએફઆરમાં બદલાવના બી.૧.૬૧૭.૨ સાથે સીધા કનેક્શનના પૂરાવા મળે છે. ડેલ્ટા વેરિયન્ટ તમામ રાજ્યોમાં મળ્યા છે,
પરંતુ સૌથી વધુ દિલ્હી, આંધ્રપ્રદેશ, ગુજરાત, મહારાષ્ટ્ર, તેલંગાણા અને ઓડિશામાં લોકો સંક્રમિત થયા. આ રાજ્યો કોવિડ-૧૯ની બીજી લહેરમાં સૌથી વધારે પ્રભાવિત થયા. બ્રેકથ્રુ ઈન્ફેક્શન એટલે કે વેક્સીનેશન પછી થનારા ઈન્ફેક્શનમાં પણ તેની મોટી ભૂમિકા રહી.બી.૧.૬૧૭નો પહેલો કેસ પાછલા વર્ષે ઓક્ટોબરમાં મહારાષ્ટ્રમાં આવ્યો હતો.
જેને ડબલ મ્યુટેશન વેરિયન્ટ કહેવાય છે. ડબલ મ્યુટેશનનો મતલબ વાયરસ વાયરસના સ્પાઈક પ્રોટીનમાં આવેલા બે બદલાવો ઈ૪૮૪ક્યુ અને એલ૪૫૨આર છે. પરંતુ વેરિયન્ટ સબ-લીનિએજ બી.૧.૬૧૭.૨માં ઈ૪૮૪ક્યુ મ્યુટેશન નથી. જાે આ વેરિયન્ટ અત્યાર સુધીમાં દુનિયાના ૬૦ દેશોમાં ફેલાઈ ગયો છે.