બીડેને ૭૬૮ અબજ ડોલરના સંરક્ષણ બજેટને મંજૂરી આપી

વૉશિંગ્ટન, ચીન સાથે ચાલી રહેલા તનાવની વચ્ચે અમેરિકાના રાષ્ટ્રપતિ જાે બાઈડને ૨૦૨૨ માટે અમેરિકાના અધધ..૭૬૮ અબજ ડોલરના સંરક્ષણ બજેટને મંજૂરી આપી દીધી છે. જાેકે તેમાં ઈન્ડો પેસિફિક રિજનમાં મિલિટરી અભિયાન માટે માત્ર સાત અબજ ડોલર ફાળવવામાં આવ્યા છે.
આ એજ વિસ્તાર છે જ્યાં ચીન સતત દાદાગીરી કરી રહ્યુ છે અને અહીંયા સાઉથ ચાઈના સીમાં તાઈવાન સાથે ચીનની યુધ્ધ જેવી તંગ સ્થિતિ સર્જાયેલી છે.બજેટનુ મુખ્ય ફોકસ ચીન અને રશિયા સાથે વધી રહેલી પ્રતિસ્પર્ધા પર કરવામાં આવ્યુ છે.
બજેટમાં સૈનિકો અને અધિકારીઓના પગારમાં વધારો પણ સામેલ છે. સાથે સાથે બજેટમાં અત્યાધુનિક હાઈપર સોનિક અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ પર આધારિત હથિયારો પર ભાર મુકવામાં આવ્યો છે.SSS