“બીમા લોકપાલ દિવસ” ની ઉજવણી કરવામાં આવશે
બીમા લોકપાલ કાર્યાલયોને 38,538 ફરિયાદો મળી હતી જેમાંથી 29,816 ફરિયાદોનું નિવારણ કરાયું જે 77.37% જેટલું છે.
બીમા લોકપાલ સંસ્થાની સ્થાપનાના પદ ચિન્હ તરીકે દર વર્ષે 11 નવેમ્બરે “બીમા લોકપાલ દિવસ” ઉજવવામાં આવે છે. 1998ના આ દિવસે ભારત સરકારે “જાહેર ફરિયાદ નિવારણ નિયમો” સૂચિત કર્યા હતા.
બીમા લોકપાલ એ અર્થ ન્યાયિક ફરિયાદ નિવારણ તંત્ર છે જે વીમેદારની જીવન વીમા કે સામાન્ય વીમા કંપનીઓ સામેની ફરિયાદોનું નિવારણ કરે છે. તેનો મુખ્ય ઉદ્દેશ વીમા અંગેની ફરિયાદોનું વ્યાજબી, કાર્યક્ષમ અને નિષ્પક્ષ રીતે નિવારણ લાવવાનું છે.
2017માં ભારત સરકારે “ઈન્શ્યોરન્સ ઓમ્બડ્સમેન રુલ્સ 2017”ના નવા નિયમો સૂચિત કર્યા. આ નવા નિયમોનો હેતુ વ્યક્તિગત વીમા, જૂથ વીમા, સંપૂર્ણ માલિકી હક ધરાવનાર કે સૂક્ષ્મ સાહસ ધરાવનારાઓની વીમા કંપનીઓ, તેમના એજન્ટો કે વચેટિયાઓ સામેની ફરિયાદોનો વ્યાજબી અને નિષ્પક્ષ રીતે નિવારણ કરવાનો છે.
“એક્ઝીક્યુટીવ કાઉન્સિલ ઓફ ઈન્સ્યુરર્સ” જે પહેલાં “ગવર્નિંગ બોડી ઓફ ઈન્શ્યોરન્સ કાઉન્સિલ” તરીકે ઓળખાતી હતી તેની સ્થાપના બીમા લોકપાલ કાર્યાલયોને વહીવટી આધાર પૂરો પાડવા કરવામાં આવેલ છે.
આજની તારીખ સમગ્ર ભારત દેશમાં 17 બીમા લોકપાલ કાર્યાલયો આવેલા છે. જે અમદાવાદ, બેંગ્લુરુ, ભોપાલ, ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નાઈ, દિલ્હી, એર્નાકુલમ, ગુવાહાટી, હૈદરાબાદ, જયપુર, કોલકાતા, લખનૌ, મુંબઈ, નોઈડા, પટના અને પુના ખાતે સ્થિત છે. જીવન વીમા, સામાન્ય વીમા કે આરોગ્ય વીમા કંપનીઓ સામે વ્યથિત વિમેદારોની ફરિયાદોનું નિવારણ કરવા માટે બીમા લોકપાલ કોઈપણ ફી (નિઃશુલ્ક સેવા) લેતા નથી.
નાણાકીય વર્ષ 2019-20 દરમિયાન સમગ્ર દેશની બધી જ બીમા લોકપાલ કાર્યોલયોને 38,538 ફરિયાદો મળી હતી. જેમાંથી 29,816 ફરિયાદોનું નિવારણ કરેલ છે. જે 77.37% છે. અત્યારની દેશવ્યાપી કોરોના મહામારીની પરિસ્થિતિ હોવા છતાં પણ બીમા લોકપાલ કાર્યાલયોએ સખત પ્રયાસો કરી ઓનલાઈન સુનાવણી કરી ફરિયાદોનું નિવારણ કરેલ છે.
અમારા નિષ્ઠાપૂર્વકના પ્રયાસો છે કે બીમા લોકપાલ અંગેની જાગૃતિનો ફેલાવો થાય જેથી વ્યથિત વીમેદારોની ફરિયાદોનું વધુમાં વધુ નિવારણ થઈ શકે. એમ બીમા લોકપાલ, અમદાવાદની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.