બીયુ વિનાના બિલ્ડીંગ શોધવા માટે ઔડાએ સર્વેક્ષણની કામગીરી હાથ ધરી
(એજન્સી) અમદાવાદ, ઔડા વિસ્તારમાં આવતી બિલ્ડીંગોમાં બિલ્ડીંગ યુઝ પરમિશનને લઈને સેમ્પલ સર્વેની કામગીરી હાથ ધરાઈ છે. બીયુ ચકાસણીની આ પ્રક્રિયા વિવિધ બિલ્ડીંગોમાં હાથ ધરાઈ છે. ઔડા ૧૦૦ બિલ્ડીંગોની બીયુ માટેની સેમ્પલ સર્વે કરશે. જાે કે ઔડા હેઠળ આવતી હોસ્પીટલો અને એજ્યુકેશન સંસ્થાઓની તમામ બિલ્ડીંગોના બીયુનં ચેકીંગ ફરજીયાત કરવામાં આવશે.
રાજય સરકાર દ્વારા મનપા ન.પા. ઉપરાંત તમા અર્બન ડેવલપમેન્ટ ઓથોરીટીને આ અગેનો પરિપત્ર જારી કરાયો છે. ગત મહિનામાં આ પરિપત્ર ઔડાને પણ કરાયો છે. ઔડા વિસ્તારમાં આવી હાઈરાઈઝ લો રાઈઝ તમામ બિલ્ડીંગોમાં તપાસ હાથ ધરાશે.
હોસ્પીટલ, શિક્ષણ, સંસ્થાઓ ઉપરાંત રહેણાંક વાણિજય, એસમ્બલી તમામ બિલ્ડીંગોમાં આ ચકાસણી કરાશે. જેમાં બાંધકામની વિકાસ પરવાનગી મેળવી છે કે નહી, રોડની પહોળાઈ પ્રમાણે પ્લોટ એરિયા, પરવાનગી વિના બાંધવામાં આવેલુ વધારાનુ બાંધકામ આ તમામ બાબતોને લઈને ચકાસણી કરવામાં આવશે.
સેમ્પલ સર્વેનો રીપોર્ટ તૈયાર કર્યા બાદ રાજય સરકારને સુપરત કરાશે. જેમાં હોસ્પીટલ, શિક્ષણ સંસ્થાઓમાં બનેલી ભૂતકાળની ઘટનાઓને ધ્યાનમાં રાખી આ બિલ્ડીગ્સને પ્રાયોરીટી અપાઈ છે.
આ સિવાયની ૧૦૦ બિલ્ડીંગના સેમ્પલ સર્વેમાંથી પ૦ ટકા કે બંન્નેમાંથી જે વધુ હશે તે અન્ય વાણિજ્ય સહિતની બિલ્ડીંગો સેમ્પલ સર્વેમાં આવરી લેવામાં આવશે. જાે કે રીપોર્ટ તૈયાર થયા બાદ આગળની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.