ડાંગ જિલ્લામાંથી સફર કરાવનારી આ ટ્રેનના વિસ્ટાડોમ કોચનું ભાડુ કેટલું છે તે જાણો છો
બીલીમોરા-વઘઈ નેરોગેજ ટ્રેનનો આજથી શુભારંભ કરવામાં આવ્યો
ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ દ્વારા લીલી ઝંડી બતાવીને બીલીમોરા-વઘઈ નેરોગેજ ટ્રેનનો શુભારંભ કરવામાં આવ્યો. આ નેરોગેજ ટ્રેન દ્વારા પ્રવાસીઓ પ્રાકૃતિક દૃશ્યોનો આનંદ માણી શક્શે અને મુસાફરોની સુવિધાઓમાં વધારો થશે.
કુદરતી સૌંદર્યનો આનંદ આપનારી 110 વર્ષ જૂની ઐતિહાસિક બીલીમોરા-વઘઈ નેરોગેજ ટ્રેન એસી ટુરિસ્ટ વિસ્ટાડોમ કોચ સાથે શરૂ કરવામાં આવી છે. કોરોના કાળમાં તમામ સેવા બંધ કરાઈ હતી. પ્રવાસીઓ પ્રકૃતિનો આનંદ માણી શકે તે માટે લાગ્યો ખાસ એસી કોચ લગાવવામાં આવ્યા છે. જેને લીધે પર્યટકોમાં ખુશીની લાગણી છવાઈ ગઈ છે.
વિસ્ટાડોમ કોચનું ભાડુ 560 નક્કી કરાયું છે, જ્યારે સાદા કોચનું ભાડું 15 થી 40 રૂપિયા સુધીનું રહેશે. વિસ્ટાડોમ કોચનું બુકીંગ ઓનલાઈન તેમજ સ્ટેશન પરથી પણ કરી શકાય છે.
બિલીમોરાની આસપાસના ગામોમાં રહેતા લોકો આ ટ્રેનનો ઉપયોગ કરશે, બાપુ કી ગાડી તરીકે ઓળખાતી આ ટ્રેન કોરોના કાળના દોઢ વર્ષ બાદ ફરીથી ચાલુ થઈ રહી છે. રાજ્યમાં આવેલી 12 નેરોગેજ ટ્રેનો પૈકી આ એક જ નેરોગેજ રૂટ હાલ ચાલુ છે.