બીલ્ડર અને જમીન દલાલો વચ્ચે દંગલ થતાં એસપી કચેરીએ ટોળેટોળા ઉમટ્યા
અરવલ્લી જીલ્લાના મુખ્યમથક મોડાસા શહેર સહીત આજુબાજુના વિસ્તારોમાં આવેલી જમીનોના ભાવ ઉંચકતાની સાથે સાથે જમીનો પર ગેરકાયદેસર કબ્જો કરવાની કે પછી જમીનનો સોદો કર્યા પછી બારોબાર અન્ય લોકોને વેચાણ કરી દેવાની ઘટનાઓ સમયાંતરે બનતી રહી છે ત્યારે મોડાસા બ્લોક ફેક્ટરી નજીક એક સત્યમ કોમ્પ્લેક્ષ નજીક બીલ્ડર અને જમીન દલાલ તેમના મળતીયાઓ વચ્ચે મારામારી થતા ભારે દંગલ મચ્યું હતું સમગ્ર મામલો એસપી કચેરીએ પહોંચ્યો હતો
એસપી કચેરીએ લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા વોલ્વા ગામ નજીક મારામારીની ઘટનાના પગલે પોલીસ ઘટનાસ્થળે પહોંચી મામલો થાળે પાડ્યો હતો જેમાં જમીન દલાલ અને બિલ્ડરે મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં સામસામે ફરિયાદ નોંધાઈ હતી.
જમીન દલાલ યુવકે બિલ્ડર સામે એટ્રોસીટી એક્ટ હેઠળ ગુન્હો નોંધાવતા એટ્રોસિટીના ગુન્હાની તપાસ એસસી-એસટી સેલના ડીવાયએસપી વિશાલ રબારીએ કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
શનિવારે સાંજના સુમારે મોડાસા નજીક આવેલ વોલ્વા ગામની સીમમાં સત્યમ કોમ્પ્લેક્ષ નજીક ફોર્ડ ફિગો કારમાં આવેલા ચાર શખ્સો અને જમીન દલાલ યુવક અને તેની સાથે રહેલા લોકો વચ્ચે મારામારી થતા ભારે દેકારો મચી ગયો હતો
બ્લોક ફેક્ટરી નજીક એક બાંધકામ સાઈટ પર રહેણાંક પ્લોટ,જમીન લેવેચ કરતા બિપીનભાઇ સવજીભાઈ મનાત દોઢ વર્ષ અગાઉ ડીસાના મહેશ શંકર ભાઈ રબારીની રહેણાંક મકાનની સ્કીમ પર લે વેચની કામગીરી કરતા હતા મહેશ શંકરભાઈ રબારીએ દલાલીના હિસાબના પૈસા ન આપતા નોકરી છોડી દીધી હતી અને બ્લોક ફેક્ટરી નજીક રહેણાંક સ્કીમ અને દુકાનોની લે વેચ ચાલુ કરી હતી
ત્યારે તેમની સાથે રહેતા સવજીભાઈ તરારને ફોન કરી મહેશ શંકરભાઈ રબારી,પ્રફુલ રબારી,રાહુલ રબારી અને શૈલેષ ચાવડા નામના શકશો ફોર્ડ ફિગો કારમાં પહોંચી બિપીન મનાત અને તેની સાથે રહેલા લોકો પર લાકડીઓ વડે તૂટી પડયા હતા
અને જાનથી મારી નાખવાની ધમકી આપી જાતિ પ્રત્યે અપમાનિત કરતા આજુબાજુથી લોકો દોડી આવ્યા હતા જેમાં પ્રફુલ રબારી નામનો શખ્સ ઝડપાઇ ગયો હતો મહેશ રબારી અને તેમની સાથે રહેલા બે શખ્શ કાર લઇ રફુચક્કર થઇ ગયા હતા
જે અંગે બિપીનભાઈ સવજીભાઈ મનાતે ૧)મહેશ શંકરભાઈ રબારી,૨)પ્રફુલ રબારી,૩)રાહુલ રબારી અને ૪) શૈલેષ ચાવડા સામે જાનથી મારી નાખવાની ધમકી અને એટ્રોસીટી એક્ટ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ચારે શખ્સો સામે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી
મહેશભાઈ શંકરભાઈ રબારીની રહેણાંક મકાનની સ્કીમમાં બિપીન સવજીભાઈ મનાત અને રાજુભાઈ નરસિંહભાઇ તરાર મકાન લે વેચનું કામકાજ કરતા હતા થોડા સમય અગાઉ છુટા થઇ ગયા હતા તેમની સાથે પૈસાની લેવડ-દેવડ બાકી હોવાથી બિપીન મનાતે ફોન કરી સત્યમ રેસીડેન્સી આગળ બોલાવતા તેઓ કારમાં પ્રફુલ રબારી,રાહુલ રબારી અને શૈલેષ ચાવડા સાથે પહોંચ્યા હતા ત્યાં બિપીન મનાત અને રાજુભાઈએ ઝગડો કરી મારમારી કરતા તેમની મદદમાં જગાભાઈ પટેલ દોડી આવી અન્ય ૧૦ જેટલા લોકોનું ટોળું પણ દોડી આવ્યું હતું
તૂટેલ ટાઇલ્સ અને લાકડીઓ લઇ તૂટી પડતા જીવ બચાવી કાર લઇ નીકળી ગયા હતા મારામારીનો ભોગ બનેલ મહેશભાઈ શંકરભાઈ રબારીએ ૧)બિપીન સવજીભાઈ મનાત,૨)રાજુભાઈ નરસીંહ ભાઈ તરાર, તેમજ ૩)જગા ભાઈ પટેલ અને ૧૦ જેટલા લોકોના તોલા સામે જાનથી મારી નાખવાની ફરિયાદ મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી