Western Times News

Gujarati News

બીસીસીઆઇના એન્ટી કરપ્શન યૂનિટના ચીફ તરીકે ગુજરાતના પૂર્વ ડીજીપીની નિમણૂક

નવીદિલ્હી: કોઇ ક્રિકેટર દ્વારા ક્રિકેટ જગતમાં કરપ્શન ન થાય તે માટે તેના પર નજર રાખી શકાય, તેમજ ભારતીય ક્રિકેટ ટીમમાં આવા કિસ્સાઓ ન બને તે માટેની જવાબદારી રમતગમતના ક્ષેત્રમાં ભારતીય ક્રિકેટ દ્વારા એન્ટી કરપ્શન યુનિટ કાર્યરત છે કે જેના વડાની હોય છે, ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા ગુજરાતના નિવૃત્ત ડીજીપી ખંડવાવાલાને હોતા પર નિયુક્ત કરવામાં આવ્યા છે બીસીસીઆઇ (બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા)ના એસીયુ (એન્ટી કરપ્શન યુનિટ)ના ચીફ તરીકે ગુજરાતના નિવૃત ડીજીપી એસ.એસ.ખંડવાવાલાને નિયુક્ત કરવામાં આવ્યા છે. તેમની નિયુક્તિ બાદ તેમને સમગ્ર ગુજરાતમાંથી શુભેચ્છા વર્ષા થઇ રહી છે.

ગુજરાતના નિવૃત ડીજીપી ખંડવાવાલા ૧૯૭૩ બેચના આઇપીએસ ઓફિસર છે. ૭૦ વર્ષીય શાબીર હુસૈન શેખાદમ ખંડવાવાલાએ ન્યૂ દિલ્હી ખાતે બીસીસીઆઈના એસીયુ તરીકેનો ચાર્જ સંભાળી લીધો હતો. તેઓ ગુજરાતના ડીજીપીના પદ પરથી ડિસેમ્બર ૨૦૨૧૦માં નિવૃત થયા હતા. તેઓ કેન્દ્રની લોકપાલ પસંદગી કમિટીની પણ સભ્ય હતા.રાજસ્થાનના નિવૃત ડીજીપી અજીત સિંગે એસીયુના ચીફ તરીકે એપ્રિલ ૨૦૧૮માં ચાર્જ લીધો હતો. ૩૧ માર્ચ ૨૦૨૧ના રોજ તેઓની ટર્મ પુરી થતાં ખંડવાલાને નિયુક્ત કરવાનો ર્નિણય લેવામાં આવ્યો હતો.

ડીજીપી ખંડવાવાલાએ જણાવ્યું હતુ કે આ એક ગૌરવની વાત છે કે હું બીસીસીઆઇનો હિસ્સો બની રહ્યો છું. . જે વિશ્વનું સૌથી સારુ ક્રિકેટ સંગઠન છે. સુરક્ષા મામલાના મારા અનુભવનો ફાયદો મને આ નવા કામમાં મળશે. નવી જવાબદારી અગાઉ ખંડવાવાલા એસ્સાર ગૃપના સલાહકાર હતા. તેઓ કેન્દ્ર સરકારની લોકપાલ સર્ચ સમિતિના પણ સદસ્ય રહી ચુક્યા છે. તેઓ બુધવારે ચેન્નાઈ પહોંચશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.