બીસીસીઆઈએ ટી૨૦ માટે અડધો ડઝન કેપ્ટન બદલ્યા
૨૦૨૧થી ધવન, કોહલી, રોહિત, કેએલ રાહુલ, ઋષભ પંત બાદ હવે હાર્દિક પંડ્યાને ટીમ ઈન્ડિયાનું નેતૃત્વ સોંપાયું
મુંબઈ, બીસીસીઆઈએ બુધવારે રાત્રે આયર્લેન્ડ સામેની આગામી ટી૨૦ સિરીઝ માટે ભારતીય ટીમની જાહેરાત કરી છે. આ ટીમનું નેતૃત્વ બોર્ડે હાર્દિક પંડ્યાને સોંપવાનો ર્નિણય કર્યો છે. રોહિત શર્મા અને અન્ય વરિષ્ઠ ખેલાડીઓ આ પ્રવાસનો ભાગ નહીં હોય કારણ કે ટીમ ઈન્ડિયા ૧ જુલાઈથી ઈંગ્લેન્ડ સામે એકમાત્ર ટેસ્ટ મેચ રમવાની છે અને આ તમામ ખેલાડીઓ તેની તૈયારીમાં વ્યસ્ત હશે. હાર્દિક પંડ્યાની સાથે બીસીસીઆઈએ છેલ્લા એક વર્ષમાં ભારતીય ટી૨૦ ટીમ માટે આ છઠ્ઠા કેપ્ટનની પસંદગી કરી છે.
જુલાઈ ૨૦૨૧માં જ્યારે ભારતીય વરિષ્ઠ ટીમ ઈંગ્લેન્ડના પ્રવાસે હતી. ત્યારે ભારતીય બી ટીમ શ્રીલંકાના પ્રવાસે ગયા હતા. આ પ્રવાસ માટે બીસીસીઆઈએ ઓપનર શિખર ધવનને કેપ્ટનશિપની જવાબદારી સોંપી હતી. આ પ્રવાસ પર ભારતને ટી૨૦ સિરીઝ માં ૧-૨થી હારનો સામનો કરવો પડ્યો હતો.ટી૨૦ વર્લ્ડકપ ૨૦૨૧માં ટીમ ઈન્ડિયા છેલ્લીવાર વિરાટ કોહલીની કપ્તાનીમાં રમી હતી. કોહલીએ ટૂર્નામેન્ટ પહેલા જ આ ફોર્મેટની કેપ્ટનશીપ છોડવાની જાહેરાત કરી દીધી હતી.
પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ સામે પ્રથમ બે મેચ હાર્યા બાદ ટીમ નોકઆઉટ સ્ટેજમાંથી બહાર ફેંકાઈ ગઈ હતી. ભારત આ ટૂર્નામેન્ટના ગ્રુપ સ્ટેજમાંથી જ બહાર થઈ ગયું હતું. ટી૨૦ વર્લ્ડકપ બાદ બીસીસીઆઈએ રોહિત શર્માને ટી૨૦ ટીમના કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા હતા. રોહિતની આગેવાની હેઠળની ટીમે ન્યૂઝીલેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ અને શ્રીલંકા સામે સીરીજ રમી અને દરેક વખતે વિરોધી ટીમનો સફાયો કર્યો હતો. ફુલ ટાઈમ કેપ્ટન બન્યા બાદ રોહિત ટી૨૦ ફોર્મેટમાં એક પણ મેચ હાર્યો નથી.
દક્ષિણ આફ્રિકા સામે ચાલી રહેલી ૫ મેચની ટી૨૦ સિરીઝ માટે નિયમિત સુકાની રોહિત શર્માને આરામ આપવામાં આવ્યો હતો. ત્યારબાદ બીસીસીઆઈએ કેએલ રાહુલને કેપ્ટનશિપની જવાબદારી સોપવામાં આવી હતી પરંતુ આ ઓપનર ઈજાને કારણે સિરીઝ માંથી બહાર થઈ ગયો હતો. રાહુલ સિરીઝમાંથી બહાર થયા બાદ બીસીસીઆઈએ વિકેટ કીપર ઋષભ પંતને કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા હતો. સાઉથ આફ્રિકા બાદ ભારતીય ટીમને આયર્લેન્ડના પ્રવાસે જવાની છે અને ત્યાં ટીમ ૨૬ અને ૨૮ જૂને બે ટી૨૦ મેચ રમશે. ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા આ ટીમનું નેતૃત્વ કરતો જાેવા મળશે.SS2KP